Surat : આટલા મોટા ડાયમંડ બુર્સમાં નાના વેપારીઓ, બ્રોકરો, કારખાનેદારો માટે પાર્કિંગની જગ્યા જ નથી ફાળવાઈ

|

Sep 24, 2021 | 8:57 PM

સુરત ડ્રિમ સીટી પ્રોજેક્ટના ભાગ સ્વરૂપે તૈયાર થયેલા સુરત ડાયમંડ બુર્સમાં હીરા વેપારીઓ, બ્રોકરો અને નાના કારખાનેદારો માટે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની માંગણી કરી છે.

Surat : આટલા મોટા ડાયમંડ બુર્સમાં નાના વેપારીઓ, બ્રોકરો, કારખાનેદારો માટે પાર્કિંગની જગ્યા જ નથી ફાળવાઈ
Diamond Bourse - Surat

Follow us on

વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સનું (Surat Diamond Bourse) નિર્માણ કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને હવે દિવાળી સુધી કામ પૂર્ણ કરાય તેવી દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

જો ડિસેમ્બરમાં સુરત ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ થાય છે. ત્યારે તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હસ્તે કરાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તેવામાં સુરત ડાયમંડ એસોસિયેશને સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધી પાની સાથે મુલાકાત કરી હતી અને સુરત ડ્રિમ સીટી પ્રોજેક્ટના ભાગ સ્વરૂપે તૈયાર થયેલા સુરત ડાયમંડ બુર્સમાં હીરા વેપારીઓ, બ્રોકરો અને નાના કારખાનેદારો માટે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની માંગણી કરી છે.

સુરત ડાયમંડ એસોસિયેશનના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે સુરત ડાયમંડ બુર્સ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે શહેરના ડાયમંડ બ્રોકરોને ડાયમંડ બુર્સમાં પાર્કિંગની જગ્યા આપવા માટે સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો નહિ ધરાવતા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા જ આટલા મોટા ડાયમંડ બુર્સમાં કરવામાં આવી નથી. ડાયમંડ બુર્સમાં મોટી સંખ્યામાં હીરા દલાલો, નાના વેપારીઓ અને નાના કારખાનેદારો તેમજ ડાયરેક્ટ હજારો લોકો ડાયમંડ સાથે જોડાયેલા છે તેઓ ડાયમંડ બુર્સની મુલાકાત લેશે.

બુર્સમાં હીરા દલાલો, નાના વેપારીઓ અને કારખાનેદારો માટે અલાયદી ઓફિસો ઉભી કરવી જોઈએ. જેથી લોકો ડાયમંડ બુર્સમાં બિઝનેસ માટે જશે તો તેઓને પોતાના વાહનો ક્યાં પાર્ક કરવા તેના માટે મુશ્કેલી ઉભી થશે. જેથી તેઓને પાર્કિંગની સુવિધા માટે સુરત ડાયમંડ બુર્સમાં જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકા કે સરકાર દ્વારા સુરત ડાયમંડ બુર્સની આજુબાજુમાં મલ્ટીલેવલ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવાની માગ સાથે મનપા કમિશનર સમક્ષ સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આમ, વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સમાં ઓફિસ નહીં ધરાવનારા લોકો માટે પણ પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ તેવી માંગણી હવે ઉઠી રહી છે.

 

આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

Next Article