Surat : દિવાળી ગિફ્ટમાં નવી પહેલ : સુરતના કાપડ વેપારીઓએ 35 કર્મચારીઓને આપ્યા ઇલેક્ટ્રિક સ્કૂટર

સુરતમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને વાહન વેરામાં પહેલા વર્ષે 100 ટકા, બીજા વર્ષે 75 ટકા, ત્રીજા વર્ષે 50 અને ચોથા વર્ષમાં 25 ટકા માફી આપવાનો સુરત મહાનગરપાલિકાએ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત નિર્ણય કર્યો છે.

Surat : દિવાળી ગિફ્ટમાં નવી પહેલ : સુરતના કાપડ વેપારીઓએ 35 કર્મચારીઓને આપ્યા ઇલેક્ટ્રિક સ્કૂટર
Surat: New initiative in Diwali gift: Textile traders in Surat give electric scooters to 35 employees
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 1:26 PM

ગ્લાસગોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીઓપી-26 જળવાયુ કોંફરંસમાં ભાગ લઈને દિવાળી પહેલા જ ભારત પાછા ફર્યા છે. અને સુરતના કાપડ વેપારીએ પર્યાવરણ સંરક્ષણ-સંવર્ધનની દિશામાં દિવાળી ભેંટના ભાગરૂપે પોતાના કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર(Electric Scooter ) આપીને એક અનોખી પહેલની શરૂઆત કરી છે. 

સૌથી મહત્વની વાત તો એ છે કે સુરત મહાનગરપાલિકાએ પણ દિવાળી પહેલા જ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે એલ્ક્ટ્રિક પોલિસી પણ તૈયાર કરી છે. અને આ યોજના હેઠળ સુરતના રસ્તાઓ પર 20225 સુધી 40 હજાર જેટલા ઇલેક્ટ્રિક વાહનો દોડતા દેખાશે.

તેવામાં સુરત કાપડ માર્કેટમાં ફેબ્રિક્સ આઈટમ અને એમ્બ્રોઇડરી મશીનના વ્યવસાય સાથે જોડાયેલા કાપડ વેપારીએ પોતાના સંસ્થાના કર્મચારીઓને દિવાળી ભેંટના ભાગરૂપે ઇલેક્ટ્રિક સ્કૂટર આપીને બગડતા પર્યાવરણમાં સંતુલન લાવવાની દિશામાં એક અનોખો પ્રયાસ કર્યો છે. વેપારીના જણાવ્યા પ્રમાણે તેમની સંસ્થાએ આ દિવાળી પર કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેંટ આપવાનો નિર્ણય કર્યો છે. કારણ કે કોરોના કાળમાં જયારે લોકડાઉન દરમ્યાન લોકો પોતાના ઘરમાં કેદ હતા તેવી સ્થિતિમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રા શૂન્ય થઇ ગઈ હતી. તેવી સ્થિતિમાં જ તેઓએ પોતાના કર્મચારીઓને ઇલેક્ટ્રિક સ્કૂટર આપવાનો વિચાર કર્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સુરત મહાનગરપાલિકા દ્વારા દિવાળી પહેલા બુધવારે જ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં લાવવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને વાહન વેરામાં પહેલા વર્ષે 100 ટકા, બીજા વર્ષે 75 ટકા, ત્રીજા વર્ષે 50 અને ચોથા વર્ષમાં 25 ટકા માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં મનપા તંત્રે પાલિકા સંચાલિત તમામ પે એન્ડ પાર્કમાં ઇલેક્ટ્રિક વાહનચાલકને ફ્રીમાં પાર્કિંગ સુવિધા આપવાનું પણ નક્કી કર્યું છે.

સુરત મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક પોલિસી અંતર્ગત શહેરમાં પાંચસો સ્થળ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. જેમાંથી 200 ચાર્જિંગ સ્ટેશન મહાનગરપાલિકા બનાવશે, 150 ચાર્જિંગ સ્ટેશન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ બનશે. બાકીના 120 ચાર્જિંગ સ્ટેશનની સુવિધા લોકોને મોલ, થિયેટર, શોપિંગ સેન્ટર પર ઉપલબ્ધ થશે. મહાનગરપાલિકાએ 2025 સદ્ગુહીમાં સુરતમાં 40 હજાર જેટલા વાહનો દોડાવવાનો લક્ષ્યાંક છે.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચો : આજથી વિક્રમ સંવત 2078 નો પ્રારંભ, નવા વર્ષને આવકારવા ગુજરાતીઓમાં ઉત્સાહ

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">