Surat : સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી સમરસ હોસ્ટેલનું સંચાલન કરવા નર્મદ યુનિવર્સીટીની તૈયારી

|

Oct 16, 2021 | 4:07 PM

સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત સમરસ હોસ્ટેલનું સંચાલન કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સૈદ્ધાંતિક ઠરાવ કરવામાં આવ્યો છે.

Surat : સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી સમરસ હોસ્ટેલનું સંચાલન કરવા નર્મદ યુનિવર્સીટીની તૈયારી
Surat - Samaras Hostel

Follow us on

સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત સમરસ હોસ્ટેલનું (Samras Hostel) સંચાલન કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી (VNSGU) દ્વારા સૈદ્ધાંતિક ઠરાવ કરવામાં આવ્યો છે. સમરસ બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ યુનિવર્સીટીના કેમ્પસમાં જ આવેલી છે અને જે તે સમયે સરકાર સાથે એમ.ઓ.યુ. કરીને જમીન ફાળવવામાં આવી હતી. 

જોકે હવે તેનું સંચાલન કરવા માટે યુનિવર્સીટી સત્તાધીશો તૈયાર થયા છે. આ ઉપરાંત કોલેજોએ વિદ્યાર્થીઓને ફી રાહત આપી હતી. કોલેજોના વિદ્યાર્થીઓને એફિલેશન ફી પરત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કેમ્પસમાં આવેલી અને વિવાદનું ઘર બની ગયેલી સમરસ બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલનો વહીવટ યુનિવર્સીટી દ્વારા કરવામાં આવે તેવો ઠરાવ સિન્ડિકેટ દ્વારા કરવામાં આવ્યો છે.

સિન્ડિકેટની બેઠકમાં કુલ બે હજાર વિદ્યાર્થીઓની કેપેસીટી સાથેની સમરસ હોસ્ટેલનો વહીવટ પોતાની પાસે લેવા માટે યુનિવર્સીટીના હોદ્દેદારો હવે સરકાર સાથે સંકલન કરશે. સમરસમા સુરત શહેરમાં રહીને ધોરણ 12 થી પી.એચ.ડી. સહીત તમામ શાખાના સ્નાતક અનુસ્નાતકનો અભ્યાસ કરતા તેમજ સંશોધન કરનારા ઉમેદવારોને સમાજ કલ્યાણ વિભાગ તરફથી પ્રવેશ આપવામાં આવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પરંતુ હોસ્ટેલના રહેતા વિદ્યાર્થીઓ વારંવાર ભોજન, પાણી સાહતીની જરૂરિયાતોના મુદ્દે રજુઆત કરી રહ્યા હોવાથી યુનિવર્સીટી સમરસ હોસ્ટેલનું સંચાલન કરે તે જરૂરી બન્યું છે. એ ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં યુનિવર્સીટીએ થોડા મહિના પહેલા જ કોલેજોને પરિપત્ર કરીને 12 ટકા ટ્યુશન ફી સાથે જુદા જુદા હેડની ઘટાડેલી ફીનો લાભ વિદ્યાર્થીઓને આપ્યો છે કે કેમ ? તેની એફિડેવિટ કરવાની આદેશ પણ કર્યો છે.

જે પૈકી 89 ખાનગી કોલજોએ એફિડેવિટ કરીને વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપી હોવાનું જણાવ્યું હતું. જયારે 20 જેટલી ખાનગી કોલેજોએ કોઈ પણ પ્રકારની માહતી યુનિવર્સીટીને પહોંચાડી ન હતી. આ સંજોગોમાં સિન્ડિકેટના સભ્યોએ જે કોલેજોએ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપી હતી. તે તમામ વિદ્યાર્થીઓની એફિલિએશન ફી પરત કરવામાં આવશે.

જયારે જે કોલેજોએ વિદ્યાર્થીઓને ફીમાં રાહત નહીં આપી હોય તેવી કોલેજો પાસેથી ડબલ એફિલિયેશન ફી લેવામાં આવશે. જેથી કોલેજ સંચાલકોને મોટી ખોટ પણ સહન કરવી પડશે એ નક્કી છે.

 

આ પણ વાંચો: SURAT : VNSGUમાં ગરબા મામલે ઘર્ષણમાં તાપસના આદેશ, 3 દિવસમાં અહેવાલ રજૂ કરવામાં આવશે

આ પણ વાંચો: Surat: બેંકમાં ધોળા દિવસે દિલધડક લૂંટ, CCTV માં કેદ થયા તમંચાના દમે કરેલી લૂંટના દ્રશ્યો

Next Article