સુરતના કાંઠા વિસ્તારના લોકો રમતના મેદાનને બચાવવાની માંગ સાથે બોલ-બેટ લઈને પહોંચ્યા કલેકટર કચેરી

|

Sep 17, 2020 | 7:43 PM

તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણમાં ઘણા કાંઠા વિસ્તારના 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીમાંકનમાં હજીરા, ભાઠા, ભાટપોર, ઈચ્છાપોર ગામ સહિતના ગામડાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી સીમાંકન પહેલા ગામડાના લોકો આ જમીનનો ઉપયોગ સિનિયર સીટીઝન માટે, રમતગમતના મેદાન તરીકે, ગ્રામજનોના તહેવાર કે ધાર્મિક પ્રસંગોમાં કરતા હતા. વર્ષો જૂની આ જમીનોનું માટી પુરાણ કરીને […]

સુરતના કાંઠા વિસ્તારના લોકો રમતના મેદાનને બચાવવાની માંગ સાથે બોલ-બેટ લઈને પહોંચ્યા કલેકટર કચેરી

Follow us on

તાજેતરમાં સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણમાં ઘણા કાંઠા વિસ્તારના 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીમાંકનમાં હજીરા, ભાઠા, ભાટપોર, ઈચ્છાપોર ગામ સહિતના ગામડાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી સીમાંકન પહેલા ગામડાના લોકો આ જમીનનો ઉપયોગ સિનિયર સીટીઝન માટે, રમતગમતના મેદાન તરીકે, ગ્રામજનોના તહેવાર કે ધાર્મિક પ્રસંગોમાં કરતા હતા. વર્ષો જૂની આ જમીનોનું માટી પુરાણ કરીને ગામડાના લોકો તેને વાપરતા આવ્યા છે પણ શહેરમાં સમાવિષ્ટ થતાની સાથે જ પાલિકાએ આ જમીન પર આવાસો અને રેસિડેન્સી બનાવવા હિલચાલ શરૂ કરી દેતા ગ્રામવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બાપદાદાઓના સમયની આ જમીન હવે શહેરી વિસ્તારમાં આવી જતા તેનો ઉપયોગ અન્ય હેતુ માટે થવાની ભીતિ હોય કાંઠા વિસ્તારના સ્થાનિકો આજે કલેકટર કચેરી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. તેઓ આ જમીન બચાવવા બાળકો અને બોલ બેટ લઈને પહોંચ્યા હતા. જો જમીન સંપાદન અન્ય હેતુ માટે કરવામાં આવશે તો આવનાર દિવસોમાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:58 pm, Thu, 17 September 20

Next Article