સુરતના ફ્રન્ટ લાઈન વોરિયર એવા ડો.સંકેત મહેતાના સ્વાસ્થ્યને લઈને સારા સમાચાર, સ્વાસ્થય સુધારા તરફ વધ્યું, ડોક્ટરે બીજાની જીંદગી બચાવવા પોતાનું ઓક્સિજન માસ્ક અન્ય દર્દીને આપી દીધું હતું

|

Sep 27, 2020 | 2:50 PM

સુરતના ફ્રન્ટ લાઈન વોરિયર એવા ડો.સંકેત મહેતાના સ્વાસ્થ્યને લઈને ઘણા દિવસો બાદ સારા સમાચાર સામે આવ્યા છે. તેઓનું સ્વાસ્થ્ય હવે સુધારા પર આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને શહેરની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારે અન્ય એક દર્દીનો જીવ બચાવવા ડો.સંકેતે પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને તે દર્દીને આપી […]

સુરતના ફ્રન્ટ લાઈન વોરિયર એવા ડો.સંકેત મહેતાના સ્વાસ્થ્યને લઈને સારા સમાચાર, સ્વાસ્થય સુધારા તરફ વધ્યું, ડોક્ટરે બીજાની જીંદગી બચાવવા પોતાનું ઓક્સિજન માસ્ક અન્ય દર્દીને આપી દીધું હતું

Follow us on

સુરતના ફ્રન્ટ લાઈન વોરિયર એવા ડો.સંકેત મહેતાના સ્વાસ્થ્યને લઈને ઘણા દિવસો બાદ સારા સમાચાર સામે આવ્યા છે. તેઓનું સ્વાસ્થ્ય હવે સુધારા પર આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને શહેરની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારે અન્ય એક દર્દીનો જીવ બચાવવા ડો.સંકેતે પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને તે દર્દીને આપી દીધું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પણ તે બાદ તેમને ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે 1 કરોડ જેટલા રૂપિયાની જરૂર હોવાથી સુરતીઓને મદદ માટે આગળ આવવા વિનંતી પણ કરવામાં આવી હતી અને ઘણા ઉધોગપતિ અને લોકોએ મદદ પણ કરી હતી. જો કે હવે સુરતીઓની આ મદદ અને પ્રાર્થના રંગ લાવી છે. તેમના ફેફસાનું ઇન્ફેક્શન હવે ઘટી રહ્યું છે. તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે અને હાલ તેમની ફિઝિયોથેરાપી સારવાર શરૂ કરવામાં આવી છે.

Next Article