AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Corporation: કોર્પોરેશન પોતાનો ખર્ચ ઘટાડી નથી રહી અને સ્થાયી સમિતિએ ઇન્જેક્શન ટેસ્ટ કીટ ખરીદવામાં કાપ મુક્યો

Surat : સુરત મહાનગરપાલિકા (Surat municipal corporation)પોતાનો ખર્ચો ઓછો નથી કરી રહી. પરંતુ દર્દીઓ માટે ઈન્જેકશન દવા અને ટેસ્ટ કિટમાં ઘટાડો કરી રહી છે.

Surat Corporation: કોર્પોરેશન પોતાનો ખર્ચ ઘટાડી નથી રહી અને સ્થાયી સમિતિએ ઇન્જેક્શન ટેસ્ટ કીટ ખરીદવામાં કાપ મુક્યો
સુરત મનપાની સ્થાયી સમિતિએ ઇન્જેક્શન ટેસ્ટ કીટ ખરીદવામાં મુક્યો કાપ
Charmi Katira
| Edited By: | Updated on: Jun 18, 2021 | 12:36 PM
Share

Surat Corporation: સુરત મહાનગરપાલિકા (Surat municipal corporation)પોતાનો ખર્ચો ઓછો નથી કરી રહી. પરંતુ દર્દીઓ માટે ઈન્જેકશન દવા અને ટેસ્ટ કિટમાં ઘટાડો કરી રહી છે. સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુકરમાઇકોસીસ (Mucormicosis) ના દર્દીઓ માટે ઇન્જેક્શન અને દવાઓ ખરીદવા માટેનો ઠરાવ આવ્યો હતો.આ ઉપરાંત ત્રીજી લહેરમાં કોરોનાની તપાસ માટે ટેસ્ટ કીટ ખરીદવાનો પણ ઠરાવ હતો.

કુલ મળીને આશરે 8.10 કરોડના ખર્ચની મંજૂરી સેન્ટ્રલ મેડિકલ સ્ટોર વિભાગે માંગી હતી. સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે 50 થી 75 ટકા તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને અત્યારે જેટલી જરૂર છે તેટલાં જ ખરીદી કરશે. પછી જરૂર પડશે તો વિચાર કરવામાં આવશે.

વર્ષ 2020માં મહાનગર પાલિકાના બજેટમાં માટે 393 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના કહેવું છે કે કોરોના કાળમાં સ્વાસ્થ્ય બજેટ માટે 276 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને હવે 117 કરોડ રૂપિયા બચ્યા છે.

કોરોનાની ત્રીજી લહેર આવવાની આશા છે તેવામાં ખર્ચ વધી શકે છે. રાજ્ય સરકાર પાસેથી 285 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માંગવામાં આવી હતી. પણ હજી એક રૂપિયો પણ આવ્યો નથી. મહાનગરપાલિકા દર્દીઓ સિવાય ઘણા પ્રજાહિતના કામમાં ઘટાડો કરી ચૂકી છે.

મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હાલ 43 દર્દીઓ દાખલ છે. રોજ બે ચાર દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ઇએનટી વિભાગના પ્રોફેસર આંનદ ચૌધરીના જણાવ્યા પ્રમાણે બ્લેક ફંગસમાં દર્દીનું વજન પ્રમાણે એન્ફોટેરિસીન ઇન્જેક્શન આપવામાં આવે છે. એક કિલો વજન પર પાંચ એમજી આપવામાં આવે છે. 21 દિવસના કોર્સમાં રોજ એક ડોઝ બોટલ ના માધ્યમથી ચાર-પાંચ કલાકમાં આપવામાં આવે છે.

આ હિસાબથી સ્થાયી સમિતિ દ્વારા 25 ટકા હિસ્સો ખરીદવા ના નિર્ણય મુજબ 787 એમફોટેરિસીન ઇંજેક્શન દર્દીને એક દિવસમાં એક આપી શકાય છે. દર્દીને કન્ડિશન ના હિસાબે ડોઝ વધારી પણ શકાય છે.આવા 787 ઇન્જેક્શન 18 દિવસ ચાલશે. આ જ રીતે શહેરમાં રોજ 10050 એન્ટીજીન ટેસ્ટ કરવામાં આવે છે. એક લાખ ટેસ્ટ કીટ દસ દિવસ પણ ચાલી શકે નથી. એવા સમયે રેપિડ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. પરંતુ ત્રીજી લહેર માટે તે વધારી શકાય છે.

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">