Surat : મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોર્પોરેશનના કેટલા કર્મચારીઓએ વેક્સીન લીધી છે તેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો

|

Oct 28, 2021 | 4:39 PM

મહાનગર પાલિકા દ્વારા સ્લમ પોંકેટોમાં નોક ધ ડોર ઝુંબેશ હેઠળ પ્રત્યેક વ્યક્તિ વેક્સીનેટ થાય તે માટેના સઘન પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં મહાનગર પાલિકાના કર્મચારીઓ કેટલા પ્રમાણમાં વેક્સીનેટેડ છે ? તેની માહિતી મેળવવાનો મુખ્ય આશય છે.

Surat : મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોર્પોરેશનના કેટલા કર્મચારીઓએ વેક્સીન લીધી છે તેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો
Surat: Municipal Commissioner

Follow us on

શહેરમાં 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સીનેશન (Vaccination) માટેની અપીલ કરનાર મહાનગર પાલિકાએ હવે પોતાના 21 હજારથી પણ વધુ કર્મચારીઓએ (Employees) વેક્સીન લીધી છે કેમ ? કેટલા ડોઝ લીધા તે અંગેની સંપૂર્ણ વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું છે. આખા શહેરમાં વેક્સીનેશન માટે કામ કરતા સુરત મહાનગર પાલિકા તંત્રમાં જ કોઈ કર્મચારીઓ વેક્સીનેશનથી દૂર નથી રહ્યા ને ? તે અંગેની ચકાસણીના ભાગરૂપે મહાનગર પાલિકાના કમિશનર દ્વારા તમામ ઝોનમાં અને વિભાગોમાં કાર્યરત કર્મચારીઓને વેક્સીનેશનની વિગતો મંગાવી છે.

મ્યુનિસિપલ કમિશનરની સુચનાને પગલે તમામ ઝોન વિભાગોમાં આ અંગેની તાકીદ પણ કરી દેવામાં આવી છે. અને મોટા ભાગના કર્મચારીઓની વિગતો પણ જમા થઇ ગઈ છે. કેટલાક કર્મચારીઓએ હજી વેક્સીનનો પહેલો ડોઝ જ મેળવ્યો છે અને સમય થઇ ગયો હોવા છતાં તેઓએ બીજો ડોઝ મેળવ્યો નહતો. તો કેટલાક કર્મચારીઓ એવા પણ હતા કે જેમણે હજી સુધી વેક્સીનનો એક પણ ડોઝ લીધો નથી. વેક્સીન ન લેનાર કર્મચારીઓના નામ, નંબર, હોદ્દા સાથે વેક્સીન ન લેવાના કારણો સાહતનો રિપોર્ટ મંગાવવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે શહેરમાં હાલ 104.57 ટકા જેટલી પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ થઇ છે અને 56 ટકા જેટલા લોકોએ વેક્સીનનો બીજો ડોઝ પણ મેળવી લીધી છે. મહાનગર પાલિકા દ્વારા સ્લમ પોંકેટોમાં નોક ધ ડોર ઝુંબેશ હેઠળ પ્રત્યેક વ્યક્તિ વેક્સીનેટ થાય તે માટેના સઘન પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં મહાનગર પાલિકાના કર્મચારીઓ કેટલા પ્રમાણમાં વેક્સીનેટેડ છે ? તેની માહિતી મેળવવાનો મુખ્ય આશય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાજ્ય સરકાર દ્વારા પણ તમામ સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓના તાબા હેઠળના કર્મચારીઓ 100 ટકા વેક્સીનેટેડ છે કે કેમ ? તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે. આમ, જયારે તમામ એકમોને આવરી લેવામાં આવવાની વાત હોય ત્યારે સરકારી અને અર્ધ સરકારી વિભાગો માં કામ કરતા કર્મચારીઓ પણ વેક્સીનેટેડ છે કે કેમ તેના પર હવે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. શહેરમાં પણ વેક્સીનેશન માટે સંલગ્ન લોકોને જાગૃત કરનાર સુરત મનપાના કર્મચારી ઓ કેટલા પ્રમાણમાં વેક્સીનેટેડ છે તેની માહિતી પણ સામે આવશે.

 

આ પણ વાંચો :પાટીલનો દાવો કેટલો સાચો? રખડતાં પશુઓના ત્રાસમાંથી સુરત મુક્ત થયાનો દાવો, જાણો ગ્રાઉન્ડ રિયાલિટી

આ પણ વાંચો : સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

Next Article