Surat : મનપાના 8 હજારથી વધુ આવાસો સામે 23 હજારથી વધારે લાભાર્થીઓએ ભર્યા ફોર્મ, ડ્રો મારફતે થશે મકાનોની ફાળવણી

|

Oct 18, 2021 | 6:30 PM

સુરતને ઝીરો સ્લ્મ સીટી બનાવવાની સાથે સાથે શહેરી ગરીબોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે મહાનગર પાલિકા દ્વારા આવાસો બનાવવાનું કામ સતત પ્રગતિ હેઠળ છે. જેનો લાભ મોટી સંખ્યામાં શહેરીજનો દ્વારા લેવામાં આવી રહ્યો છે.

Surat : મનપાના 8 હજારથી વધુ આવાસો સામે 23 હજારથી વધારે લાભાર્થીઓએ ભર્યા ફોર્મ, ડ્રો મારફતે થશે મકાનોની ફાળવણી
Affordable House

Follow us on

સુરત મહાનગર પાલિકાના 8,279 આવાસો (Affordable Housing) માટે 23,817 જેટલા ફોર્મ મહાનગર પાલિકામાં જમા થયા છે. આગામી દિવસોમાં જમા થયેલા ફોર્મની સ્ક્રૂટિની કરવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ ગ્રાહ્ય રાખીને લાભાર્થીઓને ડ્રો મારફતે મકાનોની ફાળવણી કરવામાં આવશે.

કોટક મહિન્દ્રા બેન્કની 25 બ્રાન્ચો પરથી 8,279 આવાસો માટે 67,834 જેટલા ફોર્મનું વેચાણ થયું હતું. ઘર વિહોણા લોકોનું ઘરનું સપનું પૂરું કરવાના હેતુસર મહાનગર પાલિકા દ્વારા વિવિધ યોજના હેઠળ સેંકડો આવાસો બનાવીને તેની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જહાંગીરપુરા, મોટા વરાછા, વેસુ, ભીમરાડ, પાલનપોર, પાલ ગૌરવપથ અને ભેસ્તાન સહીત કુલ 12 જેટલા સ્થળો પર 8,279 આવાસ બનાવવાનું આયોજન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

હાલ આ તમામ આવાસોનું કામ પ્રગતિ હેઠળ છે. આવાસોની ફાળવણી કરવા માટે ગત તારીખ 5 ઓગસ્ટ, 2021ના રોજ કોટક બેન્કની 25 બ્રાન્ચો પરથી આવાસના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર 2021 નિયત કરવામાં આવી હતી.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

જોકે પુરાવા એકત્ર કરવામાં અરજદારોને મુશ્કેલી પડતી હોય ફોર્મ જમા કરવાની મુદ્દત વધારવાની રજુઆત મહાનગર પાલિકા સમક્ષ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને મહાનગર પાલિકાએ મુદ્દતમાં 14 દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2021 જાહેર કરવમાં આવી હતી. ત્યારબાદ ફરી ફોર્મ ભરવાના સમયગાળામાં 14 દિવસનો વધારો કરવામાં આવ્યો હતો.

14 ઓક્ટોબર 2021 ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય 8,279 આવાસો માટે મહાનગર પાલિકામાં 23,817 જેટલા ફોર્મ જમા થયા છે. કુલ 67,834 ફોર્મનું વેચાણ થયું છે. જેમાંથી 8,279 અરજદારોએ ફોર્મ મહાનગર પાલિકા સમક્ષ રજૂ કર્યા છે, જયારે વેટીંગ લિસ્ટમાં મુકાયેલા 7,703 અરજદારોને આવાસના ડ્રોમાં ભાગ લેવાની સંમતિ મહાનગર પાલિકાને આપી છે.

નોંધનીય છે કે સુરતને ઝીરો સ્લ્મ સીટી બનાવવાની સાથે સાથે શહેરી ગરીબોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે મહાનગર પાલિકા દ્વારા આવાસો બનાવવાનું કામ સતત પ્રગતિ હેઠળ છે. જેનો લાભ મોટી સંખ્યામાં શહેરીજનો દ્વારા પણ લેવામાં આવી રહ્યો છે. શહેરીજનોએ પોતાના સપનાના ઘર આપવામાં સુરત કોર્પોરેશન દ્વારા કાબિલે તારીફ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : હું જન્મે જૈન છું પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CM ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ

આ પણ વાંચો : Surat: ઘરમાં જ પ્રિન્ટર અને કોમ્પ્યુટરથી છાપતો હતો નકલી નોટો, પોલીસે 500 ની 398 નોટો સાથે ઝડપી પાડ્યો

Next Article