સુરતમાં મહિલા નાયબ મામલતદારને બ્લેકમેલ કરનારો ઝડપાયો, ખોવાયેલા ફોનમાંથી ફોટો એડીટ કરીને માગી હતી ખંડણી

|

Jan 16, 2021 | 1:19 PM

સુરતની મહિલા નાયબ મામલતદાર દસ મહિના પહેલાં મોલથી ખરીદી કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે તેઓ રિક્ષામાં પોતાનો મોબાઇલ ભૂલી ગયા હતા. આ ઘટનાના 10 મહિના બાદ અજાણ્યા શખ્સે મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા એડિટેડ કરી તે ફોટા વહેતા કરવાની ધમકી આપી હતી. આ એડિટેડ ફોટા વહેતા ન કરવા બદલ તેણે 60 હજારની […]

સુરતમાં મહિલા નાયબ મામલતદારને બ્લેકમેલ કરનારો ઝડપાયો, ખોવાયેલા ફોનમાંથી ફોટો એડીટ કરીને માગી હતી ખંડણી

Follow us on

સુરતની મહિલા નાયબ મામલતદાર દસ મહિના પહેલાં મોલથી ખરીદી કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે તેઓ રિક્ષામાં પોતાનો મોબાઇલ ભૂલી ગયા હતા. આ ઘટનાના 10 મહિના બાદ અજાણ્યા શખ્સે મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો અને ફોટા એડિટેડ કરી તે ફોટા વહેતા કરવાની ધમકી આપી હતી. આ એડિટેડ ફોટા વહેતા ન કરવા બદલ તેણે 60 હજારની ખંડણી માંગી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

નાયબ મામલતદારે આપેલી પોલીસ ફરિયાદ મુજબ,તેઓ જાન્યુઆરી 2020માં મોલથી ખરીદી કરી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા. તે સમયે રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયા હતા. મોબાઇલમાં મેમરી કાર્ડ જેમાં પર્સનલ ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટો હતા. મોબાઇલ ન મળતા નાયબ મામલતદારે નવા સીમકાર્ડ લઈ લીધો હતો. છેક 10 મહિના પછી 30મી ઓકટોબરે રાત્રીના સમયે એક કોલ આવ્યો અને સામેવાળાએ હિંદી મે બાત કરો એવુ કહેતા મહિલાએ કોલ કટ કરી નાખ્યો હતો.ત્યાર પછી અવાર નવાર કોલ આવતા હતા. મહિલાએ પોતાનો બનાવેલો વીડિયો અને અંગત ફોટોગ્રાફ રિક્ષામાં ભૂલી ગયેલા મોબાઇલના મેમરીકાર્ડમાં હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

અજાણ્યા શખ્સે મહિલાના મોબાઇલ પર વીડિયો સાથે અશ્લિલ મેસેજ પણ કર્યો હતો. પછી મહિલાએ તેનું સોશિયલ મીડિયા તેના પતિના મોબાઇલમાં ચાલુ કર્યુ ત્યાર પછી અવાર નવાર મેસેજ અને બિભત્સ ફોટોગ્રાફ મોકલતો હતો. ફોટો ડિલીટ કરવા માટે 60 હજારની માંગણી કરી અને નહિ આપે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.આમ સાયબર ક્રાઇમનો આ ગુનો એવા તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે જે લોકો પોતાના મોબાઇલ ફોનમાં અંગત તસવીરો અને વીડિયો બનાવી અને રાખે છે. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ચેતવણીઓ આપી છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના ફોનમાં કે સોશિયલ મીડિયા સાથે લીંક એકાઉન્ટમાં આ પ્રકારની તસવીરો અને વીડિયો ન સ્ટોર કરવા જોઈએ.

 

સુરતના મહિલા નાયબ મામલતદારને આ અંગે કડવો અનુભવ થયો છે. જોકે, તેમણે આ મામલે છેતરાયા બાદ સુરત સાયબર પોલીસ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે મૂળ દિલ્લીનો રહેવાસી અને હાલમાં લીંબાયત વિસ્તારમાં રહેતા નાઝીમ નઈન પટેલની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:12 pm, Mon, 9 November 20

Next Article