સુરતમાં લોકો તો સમજ્યા પણ ધારાસભ્ય હર્ષ સંઘવીની માસ્ક વગર બેટિંગ કોરોનામાં પડી શકે છે ભારે

|

Oct 12, 2020 | 9:00 PM

સુરત શહેરમાં ભલે રિકવરી રેટ સુધારા પર હોય પણ કેસો ઘટવાનું નામ નથી લઈ રહ્યા. સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા 32 હજારને પાર કરી ગઈ છે પણ લોકોમાં હજી આ મહામારી માટે બેદરકારી જોવા મળી રહી છે અને આ જ કારણ છે કે સુરતમાં દરરોજના સરેરાશ 175થી 180 કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. હવે તો આરોગ્ય […]

સુરતમાં લોકો તો સમજ્યા પણ ધારાસભ્ય હર્ષ સંઘવીની માસ્ક વગર બેટિંગ કોરોનામાં પડી શકે છે ભારે

Follow us on

સુરત શહેરમાં ભલે રિકવરી રેટ સુધારા પર હોય પણ કેસો ઘટવાનું નામ નથી લઈ રહ્યા. સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા 32 હજારને પાર કરી ગઈ છે પણ લોકોમાં હજી આ મહામારી માટે બેદરકારી જોવા મળી રહી છે અને આ જ કારણ છે કે સુરતમાં દરરોજના સરેરાશ 175થી 180 કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. હવે તો આરોગ્ય વિભાગ પણ એ વાત સ્વીકારી ચૂક્યું છે કે જ્યાં સુધી વેકસીન નહીં આવે ત્યાં સુધી માસ્ક એ જ વેકસીન છે છતાં લોકોમાં પારાવાર બેદરકારી જોવા મળી રહી છે. સુરતમાં રવિવારે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટનું ઈલેક્શન યોજાયું હતું, જેમાં પણ સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ જોવા મળ્યો હતો. ઉમેદવારો અને મતદારો માસ્ક વગર જ આ ઈલેક્શનમાં ભાગીદાર થયા હોવાનું દેખાઈ આવ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બીજી તરફ પુણા વિસ્તારમાં હક અને અધિકારની લડાઈ અંતર્ગત મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ ભેગી થયેલી મહિલાઓ માસ્ક વગર જ નજરે ચડી હતી. જ્યારે સોશિયલ મીડિયામાં હાલ સૌથી વધારે ટીકા મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની થઈ રહી છે, જેમણે પોતાના વિસ્તારની મુલાકાત દરમ્યાન માસ્ક વગર ક્રિકેટ રમવાની મજા માણી હતી. હર્ષ સંઘવી પોતે એકવાર કોરોનાનો શિકાર થઈ ચૂક્યા છે. પોતે એટલા સંવેદના કોવિડ કેર સેન્ટરમાં સક્રિય છે. હાલ શહેરમાં કોરોનાના કેસો પણ પિક પર છે તેવામાં હર્ષ સંઘવીની માસ્ક વગર બેટિંગ કોરોનાના દર્દીઓનો સ્કોર વધારવા તરફ ઈશારો કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

લોકો તો હજી કોરોના માટે બેદરકાર દેખાઈ જ રહ્યા છે પણ ધારાસભ્ય દ્વારા પણ આ રીતે માસ્ક વગર ફરીને બેટિંગ કરતા ફોટો વાયરલ થતાં તેઓ ટીકાને પાત્ર બન્યા છે. સોશિયલ મીડિયામાં તેમને સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે કાયદો કાનૂન દંડ બધું સામાન્ય નાગરિકો માટે જ કેમ છે? જો કે લોકોએ અને નેતાઓએ પણ એ સમજવાની જરૂર છે કે આ બેદરકારી કોરોનાના કેસો માટે આપણને સૌને ભારે પડી શકે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article