સુરતમાં ખાખીનો જોવા મળ્યો અલગ રંગ! કોરોનાથી બચાવવા ગરીબોને ફ્રીમાં વહેંચ્યા માસ્ક

|

Sep 18, 2020 | 5:21 PM

પોલીસનું નામ પડે તો ખાખી યુનિફોર્મમાં કાયદાનો કડક અમલ કરાવતા દંડા રાખીને ફરતા પોલીસ જવાનો નજર સામે તરી આવે પણ આ ખાખી યુનિફોર્મ પાછળ તો એક માણસ જ હોય છે. જે લોકોની સેવા માટે હંમેશા હાજર રહેવાને પોતાની પહેલી ફરજ સમજે છે. સુરતમાં હાલ કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. Web Stories View more […]

સુરતમાં ખાખીનો જોવા મળ્યો અલગ રંગ! કોરોનાથી બચાવવા ગરીબોને ફ્રીમાં વહેંચ્યા માસ્ક

Follow us on

પોલીસનું નામ પડે તો ખાખી યુનિફોર્મમાં કાયદાનો કડક અમલ કરાવતા દંડા રાખીને ફરતા પોલીસ જવાનો નજર સામે તરી આવે પણ આ ખાખી યુનિફોર્મ પાછળ તો એક માણસ જ હોય છે. જે લોકોની સેવા માટે હંમેશા હાજર રહેવાને પોતાની પહેલી ફરજ સમજે છે. સુરતમાં હાલ કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે પાલિકા તંત્ર એકબાજુ લોકો પાસે માસ્ક ન હોવાના કારણે દંડ ઉઘરાવી રહી છે. તે જ પ્રમાણે નિયમ ન પાળવા બદલ પોલીસ તંત્ર પણ લોકોને દંડ કરી રહી છે. તેવામાં સુરતની લીંબાયત પોલીસનું એક અલગ જ રૂપ જોવા મળ્યું. જેમાં PI વી.એમ.મકવાણા અને તેમની ટીમે આજે મીઠી ખાડી, નિલગીરી સર્કલ પાસે માસ્કનો ખર્ચ ન કરી શકતા ગરીબ લોકોને માસ્ક વહેંચ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

નોંધનીય છે કે આ મહિનામાં જ સુરતના લીંબાયત અને તેની આસપાસના વિસ્તારો ખાડી પુરનો સાક્ષી બન્યા હતા. તેવામાં અહીં કોરોનાની સાથે અન્ય રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. જે લોકોને માસ્ક પોલીસ દ્વારા ફ્રીમાં વહેંચવામાં આવ્યા તે લોકો એવા છે. જેઓ માસ્ક ખરીદી શકે તે માટે સક્ષમ નથી. ત્યારે આવા વિસ્તારોમાં ફરીને સુરત પોલીસે ખરા અર્થમાં ખાખી ધર્મ નિભાવ્યો છે અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:56 pm, Sat, 12 September 20

Next Article