સુરત: કાપડ ઉદ્યોગમાં તેજી, લોકડાઉનમાં ઘરે ગયેલા કારીગરોને બાય પ્લેન પરત લાવવામાં આવી રહ્યા છે

|

Sep 30, 2020 | 4:40 PM

લોકડાઉનને કારણે સૌથી કફોડી હાલત પરપ્રાંતિયોની હતી, જેમને આ સમયમાં બે ટંકનું જમવાનુ પણ નસીબ ન રહેતા તેઓ બસ, ટ્રક અને પગપાળા પોતાના વતન પહોંચી ગયા હતા. અંદાજિત 10 લાખથી વધુ પરપ્રાંતિયો પોતાના વતન હિજરત કરી ગયા હતા. બસ મારફતે કે પગપાળા જે કારીગરો પોતાના વતન રવાના થયા હતા તેઓને હવે વિમાની સેવા મારફતે પરત […]

સુરત: કાપડ ઉદ્યોગમાં તેજી, લોકડાઉનમાં ઘરે ગયેલા કારીગરોને બાય પ્લેન પરત લાવવામાં આવી રહ્યા છે

Follow us on

લોકડાઉનને કારણે સૌથી કફોડી હાલત પરપ્રાંતિયોની હતી, જેમને આ સમયમાં બે ટંકનું જમવાનુ પણ નસીબ ન રહેતા તેઓ બસ, ટ્રક અને પગપાળા પોતાના વતન પહોંચી ગયા હતા. અંદાજિત 10 લાખથી વધુ પરપ્રાંતિયો પોતાના વતન હિજરત કરી ગયા હતા. બસ મારફતે કે પગપાળા જે કારીગરો પોતાના વતન રવાના થયા હતા તેઓને હવે વિમાની સેવા મારફતે પરત લાવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. 4 મહિના બાદ સુરતના કાપડ ઉદ્યોગમાં તેજી નીકળતા હવે લુમ્સના કારખાનેદારો પોતાના કારીગરોને બાય પ્લેન સુરત આવી રહ્યા છે. અત્યાર સુધી ફકત સચિન નોટીફાઈડ વિસ્તારમા બે હજારથી વધુ કારીગરોને સુરત બોલાવી રોજગારી આપવામાં આવી છે. કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં અલગ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, શરૂઆતના સમયે સુરતના રોજગારી અર્થે આવતા પરપ્રાંતીય અને એક મહિના સુધી સ્થાનિક કારખાનેદારો દ્વારા રાખવામાં આવ્યા હતા.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે બાદમાં લોકડાઉન વધવાની સાથે પરપ્રાંતીયોઓની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી. તેઓને બે ટંકનું ભોજન પણ પૂરતુ મળી રહેતું ન હતું બીજી તરફ તેમનો પરિવાર વતનમાં તેમની ચિંતા કરતું હતું. જેથી તેઓ પોતાના વતન પહોંચ્યા હતા. જો કે વતન પહોંચ્યા બાદ પણ તેઓ છેલ્લા ચાર મહિનાથી બેરોજગાર હતા. પરિવારજનોનું ગુજરાન ચલાવવુ મુશકેલ બની ગયુ હતુ. તે દરમિયાન ચાર મહિનાથી મરણ પથારીએ પડેલા કાપડ ઉદ્યોગમાં જાન ફુંકાઈ હતી. કાપડ બજારમાં તેજી આવતા જ લુમ્સના કારખાનેદારોને અન્ય રાજયોમાંથી ઓર્ડર મળવાના શરુ થઈ ગયા હતા. જો કે કારખાનેદારો પાસે કારીગરો ન હોવાના કારણે ઓર્ડર કઈ રીતે પુરો કરે તે અંગે મુંઝવણમાં મુકાય ગયા હતા. બીજી તરફ ટ્રેનોમા પણ એકથી બે મહિનાનું વેઈટીંગ અને ટિકિટના પણ પૈસા વધુ હતા. કારીગરો પાસે પૈસા ન હતા કે તેઓ ટિકિટ બુક કરાવી શકે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

લુમ્સના કારખાનેદારો દ્વારા જે કારીગરો પલાયન થઈ ગયા હતા તેમને પોતાના ખર્ચે બોલાવવાનું નક્કી કર્યુ હતુ. લુમ્સના કારખાનેદારો દ્વારા બિહાર, ઓરિસ્સા , ભુવનેશ્વરમા રહેતા કારીગરોને બાય પ્લેન પોતાના ખર્ચે સુરત બોલાવી રહ્યા છે. દિલ્હીથી તેમની ફલાઈટ મુંબઇ સુધીની મળતી હતી અને બાદમાં કારખાનેદારો દ્વારા પ્રાઇવેટ ટેક્ષી મુંબઇ એરપોર્ટ મોકલી તેમને સુરત લાવવામા આવ્યા હતા. એક કારીગર પાછળ અંદાજિત રુ 5,500 ખર્ચવામાં આવતા હતા. કારખાના માલિક દ્વારા પોતાના કારીગરોને તેજી અંગે વાત કરતાની સાથે જ કારીગરોએ પણ સુરત આવવાની તૈયારી બતાવી હતી. કારીગરો પોતાના ગામથી દિલ્હી એરપોર્ટ પહોંચતા હતા અને ત્યાંથી મુંબઈ એરપોર્ટ અને એરપોર્ટથી પ્રાઈવેટ કાર લઈ સુરત પહોંચ્યા હતા. અત્યાર સુધી બે હજાર જેટલા કારીગરોને આ જ રીતે બાય પ્લેન બોલાવવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article