Surat: સંગીની અને અરિહંત ગ્રુપમાં સતત બીજા દિવસે પણ ઈન્કમટેક્સની તપાસ યથાવત

|

Dec 04, 2021 | 5:14 PM

ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ હાલ જે સ્થળો પર દરોડાની કામગીરી હાથ ધરી છે, ત્યાં મોટાપાયે ડોક્યુમેન્ટ્સ સહિત કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કબ્જે કરી લેવામાં આવી છે .

Surat: સંગીની અને અરિહંત ગ્રુપમાં સતત બીજા દિવસે પણ ઈન્કમટેક્સની તપાસ યથાવત
File Image

Follow us on

સુરત શહેરમાં રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રના અગ્રણી સંગીની (Sangini) અને અરિહંત (Arihant) ગ્રુપના ભાગીદારો અને તેઓ સાથે સંકળાયેલા ઈન્વેસ્ટરોને ત્યાં આજે સતત બીજા દિવસે ઈન્કમ ટેક્સ વિભાગના ડીડીઆઈવિંગ દ્વારા દરોડાની કામગીરી યથાવત્ છે. ગઈકાલે વહેલી સવારથી સુરતના પીપલોદ-વેસુ અને અઠવા લાઈન્સ સહિત અલગ અલગ 40 જેટલા ઠેકાણે અમદાવાદ અને સુરતના ઈન્કમ ટેક્સના અધિકારીઓની ટીમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

જો કે આજે બપોર સુધી આ પૈકી પાંચેક સ્થળે સર્ચની કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સંગીની અને અરિહંત ગ્રુપના બિલ્ડરો અને તેઓના ભાગીદારોની ઓફિસ સહિત નિવાસ સ્થાને સતત બીજા દિવસે પણ દરોડાની કામગીરી યથાવત રહેવા પામી છે. સુરત શહેરના પોશ વિસ્તારોમાં રેસિડેન્સ અને કોમર્શિયલ પ્રોજેક્ટો સાથે સંકળાયેલા સંગીની અને અરહિંત ગ્રુપના ભાગીદારો અને તેઓની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા ઈન્વેસ્ટરો-દલાલોને ત્યાં આઈટી વિભાગ દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું .

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

ગઈકાલે મોડી રાત સુધી ચાલેલી કામગીરી બાદ આજે પણ સવારથી ચોપડાઓ – કોમ્પ્યુટર સહિતના ડોક્યુમેન્ટ્સ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે . જો કે આજે બપોર સુધીમાં પાંચેક સ્થળે દરોડાની કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બન્ને ગ્રુપની ઓફિસો અને બિલ્ડરોના નિવાસ સ્થાને હજી પણ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે .

 

મોટાપાયે ડાયરી, ડોક્યુમેન્ટ્સ અને હાર્ડ ડિસ્ક કબ્જે

ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓને હાલ જે સ્થળો પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યાં મોટાપાયે ડોક્યુમેન્ટ્સ સહિત કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કબ્જે લેવામાં આવી છે. આ સિવાય બ્રોકરો અને ઈન્વેસ્ટરોના ઘરેથી ડાયરીઓ પણ મળી આવી હોવાની ચર્ચાને પગલે આ બન્ને ગ્રુપ સાથે સંકળાયેલા અન્યોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે. હવે આઈટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં કબ્જે લેવામાં આવેલા દસ્તાવેજો અને કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક સહિત ડાયરીઓની તપાસને અંતે કર ચોરીનો મોટો આંકડો બહાર આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

દરોડાની કાર્યવાહી સોમવાર સુધી ચાલે તેવી શક્યતા

શુક્રવારે વહેલી સવારથી શહેરના બન્ને જાણીતા ડેવલપર્સ ગ્રુપ અને તેઓની સાથે સંકળાયેલા નરેન્દ્ર , તારાચંદ ખુરાના , ગર્ગ , અશેષ દોષી , કિરણ , મહેન્દ્ર મહેતા અને નાનુભાઈ તથ દિલીપભાઈને ત્યાં આજે પણ મોટાપાયે દરોડાની કામગીરી યથાવત્ રહેવા પામી છે. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આગામી સોમવાર સુધી આ દરોડાની કામગીરી ચાલુ રહે તેવી પ્રબળ શક્યતાઓ છે .

 

આ પણ વાંચો : Surat : આર્થિક સહાય માટે મૃત્યુ પ્રમાણપત્ર લેવા માટે અરજદારોને ઝોન ઓફિસ પર ધરમધક્કા

 

આ પણ વાંચો : SURAT : સલમાન ખાનની ગળું દબાવીને હત્યા કરાઈ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Next Article