Surat : કોરોના વેક્સિનના બીજા ડોઝનો 100 ટકા લક્ષ્યાંક મેળવવો સુરત કોર્પોરેશન માટે અશક્ય

|

Oct 27, 2021 | 7:58 AM

લક્ષ્યાંક કરતા વધુ લોકોને વેક્સીન અપાઈ એમાં બહારગામના પરપ્રાંતીયો, પ્રવાસીઓ સહિતના લોકો હતા. જયારે બીજો ડોઝ લેનારાઓની સંખ્યા 19.23 લાખ જ છે. આમ બંને ડોઝ લઇ લીધા હોય એવા સંપૂર્ણ વેક્સીનેટેડ લોકો માત્ર 56.02 ટકા જ છે.

Surat : કોરોના વેક્સિનના બીજા ડોઝનો 100 ટકા લક્ષ્યાંક મેળવવો સુરત કોર્પોરેશન માટે અશક્ય
Surat: It is impossible for Surat Corporation to achieve 100 per cent target of second dose of corona vaccine

Follow us on

સુરતમાં કોરોના(Corona ) વેક્સિનના બંને ડોઝ લીધા હોય એવા ફુલ્લી વેક્સીનેટેડ(fully Vaccinated ) લોકોની સંખ્યા 100 ટકા કરવાનું શહેરના આરોગ્ય વિભાગ માટે શક્ય નથી. શહેરમાં હજી 18 વર્ષથી નીચેના લોકો માટે વેક્સીન આવી નથી. ત્યારે 18 વર્ષથી ઉપરના 34.32 લાખ લોકો કોરોના વેક્સીન માટે લાયક હતા. જે પૈકી સુરત મહાનગરપાલિકા દ્વારા 35.89 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

લક્ષ્યાંક કરતા વધુ લોકોને વેક્સીન અપાઈ એમાં બહારગામના પરપ્રાંતીયો, પ્રવાસીઓ સહિતના લોકો હતા. જયારે બીજો ડોઝ લેનારાઓની સંખ્યા 19.23 લાખ જ છે. આમ બંને ડોઝ લઇ લીધા હોય એવા સંપૂર્ણ વેક્સીનેટેડ લોકો માત્ર 56.02 ટકા જ છે. આમ, અડ઼ધોઅડધ વસ્તી હજી બીજા ડોઝ માટે બાકી છે.

જેમાં ગયા એક વર્ષમાં કોરોના ઉપરાંત કુદરતી કે અન્ય બીમારી સહિતના કુલ મોતની સંખ્યા અંદાજે 35 હજાર છે. જેમાં ઘણા પ્રથમ વેક્સીન લેનારા પણ છે. ઘણા લોકો બહારગામના હોવાથી નીકળી ગયા છે. જયારે ઘણા લોકોએ શહેર છોડી દીધું છે. આમ ઘણા કારણોસર અમુક વસ્તી બીજો ડોઝ લેવા આવે એવી શક્યતા લાગતી જ નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જેથી મહાનગરપાલિકા માટે બીજો ડોઝ વેક્સીન લેનારા લોકોની ટકાવારી 100 ટકા થાય એ બાબત હાલ પૂરતી શક્ય જણાતી નથી. આરોગ્ય વિભાગના સૂત્રોનું માનીએ તો આંકડાકીય દ્રષ્ટિએ બીજા ડોઝ માટે 22.64 લાખ લોકો બીજા ડોઝ માટે એલિજેબલ છે. જે પાકી 19.23 લાખ લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે.

આમ હવે બીજા ડોઝ માટે વસ્તી ગણીએ તો 84.94 ટકા વસ્તીને બીજો ડોઝ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ પ્રથમ ડોઝ લેનારા 35.89 લાખ લોકોમાંથી બીજો ડોઝ લેનારા 35.89 લાખ લોકોમાંથી બીજો ડોઝ લેનારા 19.23 લાખ લોકો ગણાય તો બીજા ડોઝમાં 56.02 ટકા જ સિદ્ધિ મળી છે. કારણ કે પ્રથમ ડોઝ લેનારા ઘણા લોકોના મૃત્યુ અને શહેર છોડવા સહિતના કારણો જોવામાં આવી રહ્યા છે.

આમ કોરોના વેક્સિનના બીજા ડોઝની 100 ટકા સિદ્ધિ મેળવવાનું સુરત માટે હવે અશક્ય દેખાઈ રહ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે સુરત કોર્પોરેશન આ આંકડાને કેવી રીતે પાર પાડે છે.

આ પણ વાંચો : Surat : ‘સી.આર. પાટીલ જ BJP છે, એવું બતાવવાનું બંધ કરે’, ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી હડકંપ

આ પણ વાંચો : Surat : મેયરની વિઝીટ બાદ વેસુ આવાસના લાભાર્થીઓને ઝડપથી ઘર મળે તેવી આશા, લાભાર્થીઓએ માન્યો TV9 નો આભાર

Next Article