Surat : કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જાણો સુરત મનપાએ કર્યો કેટલો ખર્ચ ?

|

Nov 29, 2021 | 5:32 PM

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં  શહેરની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને મફત સારવાર આપવા માટે પાલિકાએ રૂ.33 કરોડ ચૂકવ્યા છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ પાલિકાએ ખાનગી હોસ્પિટલમાં પાલિકાના ક્વોટા પ્રમાણે બેડ અનામત રાખ્યા હતા.

Surat : કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જાણો સુરત મનપાએ કર્યો કેટલો ખર્ચ ?
Surat Municipal Corporation

Follow us on

સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation )કોરોનાના પ્રથમ અને બીજા તબક્કામાં રાહત અને બચાવ કાર્ય પાછળ 388 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. કોરોના કામગીરી પાછળ સુરત મહાનગરપાલિકાનો તમામ ખર્ચ રાજ્ય સરકારે ચૂકવ્યો છે. રાજ્ય સરકારે રૂ.388 કરોડના ખર્ચ સામે રૂ.386 કરોડની ગ્રાન્ટ જાહેર કરતાં મોટી રાહત મળી છે.

કોરોનાના 20 મહિનામાં મહાનગરપાલિકાએ કોરોના પાછળનો તમામ ખર્ચ પોતે જ ચૂકવીને રાજ્ય સરકાર પાસે કોવિડ ગ્રાન્ટ માંગી હતી. નાણાકીય વર્ષ 2020-21માં 200 કરોડ અને નાણાકીય વર્ષ 2021-22 માં 250 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી હતી. 2020-21માં પાલિકાને 200 કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ મળી છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 186 કરોડની ગ્રાન્ટ મળી છે.

રાજ્ય સરકારની ગ્રાન્ટના કારણે મહાનગરપાલિકા દ્વારા કોરોના પાછળ કરાયેલો તમામ ખર્ચ ગ્રાન્ટમાંથી નીકળી ગયો હતો. કોરોનાના કારણે શહેરમાં વિકાસ કામોના બજેટ પર વિપરીત અસર થવાની ભીતિ હતી. શહેરમાં વિકાસના કામોને સાકાર કરવા માટે પાલિકા દ્વારા ફાળવવામાં આવેલ બજેટ ખર્ચાઈ ગયું છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

કોરોના પાછળ ખર્ચ ક્યાં છે?
દવા રૂ. 70 કરોડ, જંતુ પરીક્ષણ રૂ. 75 કરોડ, ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂ. 120 કરોડ, ધન્વન્તરી રથ રૂ. 3 કરોડ, માસ્ક રૂ. 4 કરોડ, PPE કીટ રૂ. 2 કરોડ, સારવાર 33 કરોડ, અન્ય ખર્ચ રૂ. 78 કરોડ, મફત સારવાર માટે 33 કરોડ ખર્ચાયા હતા.

કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં  શહેરની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને મફત સારવાર આપવા માટે પાલિકાએ રૂ.33 કરોડ ચૂકવ્યા છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ પાલિકાએ ખાનગી હોસ્પિટલમાં પાલિકાના ક્વોટા પ્રમાણે બેડ અનામત રાખ્યા હતા. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ કોરોનાની સારવારથી વંચિત ન રહે તે માટે પાલિકાના ખર્ચે હજારો દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા હતા. પ્રથમ વેવમાં દર્દીઓની સારવાર માટે 15 કરોડ અને બીજા તબક્કામાં 18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

આમ, વિકાસ કામો માટે કરોડો રૂપિયા ખર્ચતી સુરત મહાનગરપાલિકાએ કોરોના મહામારી દરમ્યાન શહેરીજનો પાછળ તેમજ કોરોના સામે લડવા આખું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાંખ્યા છે. જો કે તેની સામે સરકારે ગ્રાન્ટ ફાળવતા તેટલી રાહત મળી છે. જોકે ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે પણ કોર્પોરેશને કામગીરી આરંભી છે, જેની ખર્ચની માહિતી અત્યારસુધી સામે આવી નથી.

આ પણ વાંચો: શું આ રીતે શિક્ષકો બનશે રોલ મોડેલ ? આ રાજ્યના શિક્ષકો નથી લઈ રહ્યા વેક્સિન, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો: Crime: સાચી ઓળખ છુપાવીને હિન્દુ બનેલા યુવકે, અનેક વાર યુવતીને કરાવ્યો ગર્ભપાત, ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર આરોપની ધરપકડ

Next Article