Surat: CMને બતાવવા ઉતાવળે કરવામાં આવેલા તકલાદી કામની પોલ ખુલી ગઈ, પાલ નજીક ફૂટપાથની પેવર બ્લોક ઉખડી જતા વિવાદ

|

Jul 14, 2021 | 7:09 PM

સુરત મહાનગરપાલિકાના શાસકો સારું દેખાડવા માટે RTO પાસે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે શુક્રવારે ફૂટપાથ પર પેવર બ્લોક બનાવવામાં આવ્યા હતા

Surat: CMને બતાવવા ઉતાવળે કરવામાં આવેલા તકલાદી કામની પોલ ખુલી ગઈ, પાલ નજીક ફૂટપાથની પેવર બ્લોક ઉખડી જતા વિવાદ
બ્રિજ પરના ઊખડી ગયેલા પેવર બ્લોક

Follow us on

Surat: ઘણા વિવાદો વચ્ચે છ છ વર્ષ બાદ શરૂ થયેલા પાલ અને ઉમરા વિસ્તારને જોડતા બ્રિજનું (Pal Umra Bridge) બે દિવસ પહેલા જ રાજ્યના મુખ્યપ્રધાન(CM Gujarat)ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમના આગમનના બે દિવસ પહેલા જ RTO પાસે મહાનગરપાલિકા દ્વારા ઉતાવળમાં ફૂટપાથ પર પેવર બ્લોક બેસાડવામાં આવ્યા હતા. જેની કામગીરી તકલાદી હોવાથી માત્ર ત્રણ દિવસમાં અહીં ફૂટપાથ પર લગાવવામાં આવેલા પેવર બ્લોક બેસી જતા આ કામમાં થયેલી બેદરકારીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

પાલ ઉમરા બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ના હસ્તે રવિવારે થવાનું હોવાથી સુરત મહાનગરપાલિકાના શાસકો સારું દેખાડવા માટે RTO પાસે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે શુક્રવારે ફૂટપાથ પર પેવર બ્લોક બનાવવામાં આવ્યા હતા અને તે નાંખવાની કામગીરી ઉતાવળમાં કરી હતી. જોકે ઉતાવળને કરેલી કામગીરીની આખરે પોલ ઉઘાડી પડી ગઇ છે.

શુક્રવારે બનાવવામાં આવેલા આ ફૂટપાથની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હતી. તેનું ઉદાહરણ અહીં જોઈ શકાય છે. પાલ ઉમરા બ્રિજ પર તો ફૂટપાથની ટાઇલ્સ ઉખડી જ ગઈ છે. પણ સાથે સાથે બ્રિજ ઉતારતા સારી કામગીરી દેખાડવા માટે કરવામાં આવેલી કામગીરીમાં થિંગડા જ મારવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્થાનિક લોકોમા આ અંગે રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે લાંબા ગાળાની સારી કામગીરી કરવાને બદલે ઉતાવળએ  કામ કરવા જતાં કામ બગડ્યું હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે. લોકોની ફરિયાદ મળતા જ પાલિકાના ઝોનના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને હવે આ સ્થળે ઉખડેલા પેવર બ્લોક ફરી બેસાડવાની કામગીરી શરૂ કરી છે.

 

આ પણ વાંચો: Rajkot Corporation: RMCએ હરાજી કરેલા 118 કરોડના પ્લોટમાં માલિકી હકને લઇને ઉભો થયો વિવાદ

 

આ પણ વાંચો: OTT Debut: Kangana Ranaut રાખવા જઈ રહી છે ડિજિટલ પ્લેટફોર્મ પર પગ, રિયાલિટી શો કરશે હોસ્ટ

 

Next Article