OTT Debut: Kangana Ranaut રાખવા જઈ રહી છે ડિજિટલ પ્લેટફોર્મ પર પગ, રિયાલિટી શો કરશે હોસ્ટ

બોલિવૂડ ક્વીન કંગના રનૌત (Kangana Ranaut) ડિજિટલ પ્લેટફોર્મ પર પગ મૂકવા તૈયાર છે. તે હવે હોસ્ટ બનીને ચાહકોનું દિલ જીતવા જઇ રહી છે.

OTT Debut: Kangana Ranaut રાખવા જઈ રહી છે ડિજિટલ પ્લેટફોર્મ પર પગ, રિયાલિટી શો કરશે હોસ્ટ
Kangana Ranaut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 6:05 PM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે બેબાકીથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે. જેના કારણે તે ઘણી વખત વિવાદોનો ભાગ પણ બની ગઈ છે. બોલિવૂડમાં ધમાલ કર્યા પછી હવે કંગના ઓટીટી પ્લેટફોર્મ પર પગ રાખવા જઈ રહી છે. કંગનાના ફેન્સ તેમની ઓટીટી ડેબ્યૂ વિશે જાણીને ખૂબ જ ખુશ થવાના છે. તે એક રિયાલિટી શો હોસ્ટ કરવા જઈ રહી છે.

છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા સેલેબ્સે ડિજિટલ પ્લેટફોર્મ પર પગલું ભર્યું છે. ત્યારબાદ તેમના ચાહકો ખૂબ ખુશ છે. કંગના પોતાનું ઓટીટી ડેબ્યૂ શો ટેમ્પ્ટેશન આઈલેન્ડના ભારતીય અડેપ્ટેશન સાથે કરવા જઈ રહી છે. અહેવાલોનું માનવામાં આવે તો કંગના શો સાઈન કરી ચુકી છે અને ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ શરૂ કરી દેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેવો હશે શો?

ટેમ્પ્ટેશન આઈલેન્ડ શોમાં કપલ્સ અને સિંગલ લોકો આવે છે, જ્યાં તેમનું તેમના પાર્ટનર સાથે કનેક્શન, સંબંધની કસોટી કરવામાં આવે છે. કંગનાનું ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ વિશે જાણીને ચાહકો ખૂબ જ ખુશ થવા જઈ રહ્યા છે. કંગનાના ચાહકોએ હંમેશા તેમને અભિનય કરતા જોયા છે. હવે તે તેમની હોસ્ટિંગ પ્રતિભા જોવા જઈ રહ્યા છે.

ધાકડની કરી રહી છે શૂટિંગ

હાલમાં કંગના રનૌત તેમની આગામી ફિલ્મ ધાકડનું બુડાપેસ્ટમાં શૂટિંગ કરી રહી છે. તાજેતરમાં જ તેમણે શૂટિંગની જગ્યા પરથી તેમની તસ્વીર શેર કરી હતી. ફિલ્મમાં કંગના એક એજન્ટની ભૂમિકામાં જોવા મળશે, જેનું નામ અગ્નિ હશે. અર્જુન રામપાલ આ ફિલ્મમાં કંગનાની સાથે મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

ફિલ્મોની લાગી છે લાઈન

કંગના રનૌત પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. તેમની ફિલ્મ થલાઈવી ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી છે. આ સિવાય તે ધાકડ, તેજસ સહિત અનેક ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ ઈમરજન્સીમાં તે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. કંગના આ પાત્ર માટે ઘણી તૈયારી કરી રહી છે. તેમણે તાજેતરમાં જ આ લુકને લગતી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ પણ વાંચો: 73rd Emmy Awards : નેટફ્લિક્સની ‘Indian Matchmaking’ નો જલવો, શો એમી એવોર્ડ માટે થયો નામાંકિત

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">