SURAT : દર્દીઓને મોટિવેટ કરવાનો સુંદર પ્રયાસ, કોવિડ સેન્ટરમાં ગરબા-એરોબિક્સ સહિતના કાર્યક્રમોનું આયોજન

|

Apr 15, 2021 | 6:34 PM

SURAT : CORONA સંક્રમણના અજગરી ભરડામાં સમગ્ર સુરત શહેર આવી ગયું છે. દરેક વિસ્તારમાં CORONA સંક્રમણનો વ્યાપ વધી ગયો છે. SURATના નાના વરાછા વિસ્તારમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સાનુકૂળ વાતાવરણ મળે તે માટે

SURAT : દર્દીઓને મોટિવેટ કરવાનો સુંદર પ્રયાસ, કોવિડ સેન્ટરમાં ગરબા-એરોબિક્સ સહિતના કાર્યક્રમોનું આયોજન
કોવિડ સેન્ટરમાં ગરબા

Follow us on

SURAT : CORONA સંક્રમણના અજગરી ભરડામાં સમગ્ર સુરત શહેર આવી ગયું છે. દરેક વિસ્તારમાં CORONA સંક્રમણનો વ્યાપ વધી ગયો છે. SURATના નાના વરાછા વિસ્તારમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને સાનુકૂળ વાતાવરણ મળે અને CORONAના તણાવમાંથી હળવાશ અનુભવે તેઓ વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર્દીઓની સામે ગરબાના ગીત પર એરોબિક્સ કરાવવામાં આવી રહ્યાં છે. જેથી દર્દીઓને શારીરિક અને માનસિક રીતે ફાયદો થાય તે હેતુથી અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

દર્દીઓને આનંદીત અને ખુશ કરવાનો પ્રયાસ

SURAT શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી Isolation વોર્ડ સેન્ટર તૈયાર કરવાની ફરજ પડી છે. જેમાં સામાજિક સંગઠનો અને NGO આગળ આવી રહી છે. નાના વરાછા વિસ્તારમાં યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ Isolation સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. કુલ 35 બેડનો ઓક્સિજન સુવિધા સાથેનું COVID સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને ખુશ રાખવા, દર્દને ભુલવા તથા મોટિવેટ કરવા માટે સૌથી વધુ પ્રયાસો ટ્રસ્ટના યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

દર્દીને તણાવમુક્ત રાખવા ભાર મૂકાયો
COVID આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ તણાવમુક્ત થાય તેના ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. SURAT શહેરમાં ચારે તરફ કોરોનાના ડરનો માહોલ ઉભો થયો છે. જે વ્યક્તિ CORONA સંક્રમિત થાય છે તે વધુ ભયમાં હોવાનું જોવા મળે છે. સંચાલકો દ્વારા Isolation સેન્ટરમાં એરોબિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજ અલગ અલગ કાર્યક્રમો Isolation સેન્ટરમાં યોજવામાં આવે છે. જેમકે એક દિવસ હાસ્ય કલાકાર, યોગા,ખોડલ માતાની આરતી, મોટીવેશન સ્પીકર્સ, ગરબા તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે.

દર્દીઓને મનોરંજન આપવાનો પ્રયાસ
CORONA સંક્રમિત દર્દીઓને આવી સ્થિતિમાં પણ જો મનોરંજન પૂરું પાડવામાં આવે તો તેઓ માનસિક તાણમાંથી મુક્ત થઈ શકે છે. પરિણામે જે સારવાર આપવામાં આવી રહી છે તેનાથી તેની રિકવરી વધુ ઝડપથી આવી શકે છે. Isolation સેન્ટરમાં તમામ વયના દર્દીઓ આવી રહ્યા છે. જ્યાં સુધી હોસ્પિટલમાં વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ દર્દીઓ અહીં જ ઓક્સિજનના સહારે સારવાર લઇ રહ્યા છે. ઘણા એવા દર્દીઓ છે કે જે અહીં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈને પોતાના ઘરે જતા રહે છે. તો કોઈકને વધારે ઇન્ફેક્શન હોય તો તેઓને હોસ્પિટલમાં વ્યવસ્થા થતાની સાથે જ ત્યાં રિફર કરવામાં આવે છે.

એક અખબારને આપેલી મુલાકાતમાં યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિતે જણાવ્યું કે, અમે આવેલા તારા તમામ દર્દીઓને માનસિક શાંતિ અને તણાવમુક્ત રહેવા માટેના તમામ પ્રયાસો શરૂ કર્યા છે. યોગા અને મોટીવેશન સ્પીકરની મદદથી તેમને માનસિક સ્થિરતા આપવાનો પ્રયાસ કરીએ છીએ.

Next Article