AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સોલાર ઇન્ડસ્ટ્રી ઓક્સિજન પર, GST નો રેટ 5 ટકાથી 12 ટકા કરતા ઉદ્યોગ બંધ થવાની અણી પર

સુરત શહેરમાં સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા 625 લોકો એવી મુશ્કેલીમાં છે કે જો તેમને સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો તેમને પોતાનો વ્યવસાય બદલવો પડી શકે છે.

Surat : સોલાર ઇન્ડસ્ટ્રી ઓક્સિજન પર, GST નો રેટ 5 ટકાથી 12 ટકા કરતા ઉદ્યોગ બંધ થવાની અણી પર
Surat: Government puts solar industry on oxygen, GST rate on the verge of shutting down industry from 5% to 12%
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 5:43 PM
Share

સાઉથ ગુજરાત સોલર એસોશિયેશને (Solar Association ) રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે ગંભીર ફરિયાદ કરી છે કે પહેલાથી નુકશાનીમાં ચાલી રહેલા સોલર રૂફ રોપ ઇન્સ્ટોલ કરવાના ધંધામાં સરકારે સોલર પેનલ અને ઇન્વર્ટર પર 5 ટકાનો જીએસટીનો રેટ (GST Rate ) વધારીને 12 ટકા કરી દેતા આ ઉધોગ હવે બંધ થવાની અણીએ આવીને ઉભો છે.

સાઉથ ગુજરાત સોલર એસોસિયેશને માંગણી કરી છે કે જો સરકાર તાકીદના ધોરણે કોઈ નિવેડો નહિ લાવે તો શહેરમાં સોલાર પેનલ ફિટિંગ કરતા ઉદ્યોગકારો ને એક પછી એક ધંધો બંધ કરવો પડે તેવી નોબત આવશે. વૈશ્વિક બજારમાં થયેલા વધારાના લીધે સોલાર પેનલ, ઇન્વર્ટર, સ્ટીલ અને પાવર કેબલ્સનાં ભાવમાં જંગી વધારો થયો છે તે જાણતા હોવા છતાં સરકારે જુના ટેન્ડરના રેટ ઉપર 150 મેગાવોટ કોટા વધારીને હાલનું ટેન્ડર ચાલુ રાખીને અન્યાય કર્યો છે.

સૂર્ય ઉર્જાના પ્રચાર પ્રસાર માટે સરકાર એક તરફ મોટા પાયે જાહેરાતો કરે છે અને બીજી તરફ આ જ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનમાં જરૂરી પેનલ અને ઇન્વર્ટરના જીએસટીમાં સરકારે પાંચ ટકાની જગ્યાએ 12 ટકાનો સ્લેબ કરી દીધો છે. સાઉથ ગુજરાત સોલર એસોસિયેશને ચીમકી પણ આપી છે કે આગામી દિવસોમાં જો તેમના પ્રશ્નો હલ નહીં કરવામાં આવે તો સુરતના રહેવાસીઓ દ્વારા સોલાર રૂફ ટોપ માટે જે અરજીઓ કરવામાં આવી છે, તેના ઇન્સ્ટોલેશનમાં મોટો વિલંબ સહન કરવાનો વખત આવશે.

સબસિડીની બાબતમાં બીજા રાજ્યો કરતા ગુજરાતની સ્કીમ સૌથી અટપટી : દેશના બીજા બધા જ રાજ્યોની સૂર્ય ઉર્જાની સ્કીમ કરતા ગુજરાત રાજ્યની જ સ્કીમ સૌથી વધારે અટપટી છે. ગુજરાતમાં જ એવો નિયમ છે કે સૂર્ય ઉર્જાની ઇન્સ્ટોલેશનની સબસીડી સરકાર સીધા ગ્રાહકોના ખાતામાં જમા નથી કરતી પણ ઈન્સ્ટોલેશન કરનાર ઉધોગકારના ખાતામાં જમા કરે છે. અને ઇન્સોલેશન કરનાર ઉદ્યોગકારને એ સબસીડી છોડાવતા નાકે દમ આવી જાય છે. બીજા રાજ્યોમાં આવું નથી.

સુરત શહેરમાં સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા 625 લોકો એવી મુશ્કેલીમાં છે કે જો તેમને સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો તેમને પોતાનો વ્યવસાય બદલવો પડી શકે છે. એક તરફ સરકારે સોલર પર જીએસટી ડ્યુટી 5 ટકા થી વધારીને 12 ટકા કરી છે. આવી સ્થિતિમાં દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના અગ્રણીઓ નું  કહેવું છે કે આવી સ્થિતિમાં હવે તેમના માટે વેપાર કરવો અશક્ય છે.

આ પણ વાંચો : Surat: અન્ય 4 મહાનગરપાલિકાને પાછળ છોડી વેક્સિનેશનનો 100 ટકા ટાર્ગેટ મેળવવામાં સુરત કોર્પોરેશન પહેલા નંબરે

આ પણ વાંચો : Surat: ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં મનપાની નવી કચેરીનો પ્રોજેક્ટ 6 વર્ષ બાદ પણ ફક્ત કાગળ પર

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">