Surat: રાત્રિ કર્ફ્યુ દરમ્યાન મફતમાં ચાલતી ટેક્સી સર્વિસ 1 હજાર કરતા વધુ લોકો માટે બની આશીર્વાદ

|

May 08, 2021 | 4:37 PM

ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં (Surat) રાત્રિ દરમિયાન ટ્રાન્સપોર્ટેશન સર્વિસ બંધ થઈ ગઈ છે. જેના કારણે ઘણા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો.

Surat: રાત્રિ કર્ફ્યુ દરમ્યાન મફતમાં ચાલતી ટેક્સી સર્વિસ 1 હજાર કરતા વધુ લોકો માટે બની આશીર્વાદ

Follow us on

ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં (Surat) રાત્રિ દરમિયાન ટ્રાન્સપોર્ટેશન સર્વિસ બંધ થઈ ગઈ છે. જેના કારણે ઘણા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો. તેવામાં દર્દીઓની મદદ માટે સુરતના કેટલાક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોએ સાથે મળીને ફ્રી ટેક્સી સેવા શરૂ કરી છે. આ સેવાનો લાભ રાત્રી કર્ફ્યુ દરમ્યાન અસંખ્ય લોકોએ લીધો છે. જેના કારણે અસંખ્ય દર્દીઓના જીવ બચાવી શકાયા છે.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

છેલ્લા એક મહિનામાં તેમણે એક હજાર કરતા પણ વધુ કોલ્સ અટેન્ડ કર્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાને કારણે રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ રાત્રી કર્ફ્યુ દરમ્યાન વાહન ન મળવાથી કેટલાક લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. રાત્રે વાહન વ્યવહાર બંધ હોવાને કારણે કેટલીકવાર દર્દીઓનો હોસ્પિટલ સુધી લઈ જવામાં મુશ્કેલી પડતી હતી.

 

કેટલીક ઘટનાઓ માટે લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સાંભળ્યા હતા. તેવામાં સુરતમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોએ સુરતમાં મફત ટેક્સી સેવા શરૂ કરી હતી. રાત્રી કર્ફ્યુ દરમ્યાન દર્દીઓને તકલીફ ન પડે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી હતી.

 

એરીયા પ્રમાણે બધા ટ્રાવેલ્સને જાણકારી આપવામાં આવી હતી. મોબાઈલ નંબર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવ્યા હતા. આ ઈમરજન્સી સર્વિસ લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ હતી. ઈમરજન્સીના સમયે લોકોએ આ ટેક્સી સર્વિસનો ભરપૂર ઉપયોગ કર્યો છે. એવું કહેવામાં આવે છે કે શરૂઆતના દિવસોમાં રોજના 60થી 70 કોલ આવતા હતા અને તે તમામને હોસ્પિટલ પહોંચાડવાની સેવા આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા પાંચ દિવસમાં કોલ પણ ઘટી ગયા છે. હવે રોજના 30થી 40 કોલ આવે છે.

 

 

આ સેવા ચલાવતા સંચાલકોનું કહેવું હતું કે એક ગર્ભવતી મહિલાને પેટમાં દુખાવો શરૂ થવાથી આ સર્વિસની મદદ લીધી હતી અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેની ડિલિવરી કરવામાં આવી હતી. જ્યારે બીજી ઘટનામાં એક વૃદ્ધનું ઓક્સિજન લેવલ ઘટીને 75 થઈ ગયુ હતું. પરિવાર આખું ચિંતામાં મુકાઈ ગયું હતું.

 

ત્યારે પણ આ સ્વયંસેવકોનો સંપર્ક કરાતા તે વૃદ્ધને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં ફોન કરવામાં આવ્યા હતા. કોરોનાકાળમાં ઈમરજન્સીમાં દર્દીઓને મદદ કરવા માટે ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. અલગ-અલગ 30 કરતાં પણ વધુ પોઈન્ટ પર આ ટેક્સીને રાત્રી કરફ્યુ દરમ્યાન સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે.

 

આ પણ વાંચો: Ahmedabad : એક સમયે બેડ માટે હતી પળોજળ, હવે સોલા સિવિલ હોસ્પિટલમાં આટલા બેડ છે ખાલી

Next Article