surat : પ્રથમ નાગરિક મેયરે રસીનો પહેલો ડોઝ લીધો, શહેરીજનોને પણ રસીકરણ કરાવવા કરી અપીલ

|

May 13, 2021 | 7:25 PM

surat : શહેરમાં પહેલી મે થી 18 થી 44 વર્ષની ઉંમર ધરાવતા લોકો માટે રસીકરણ કામગીરી શરૂ થઈ ગઈ છે. આ વયજુથમાં રસિકરણને લઈને સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસીકરણ કેન્દ્ર પર લાંબી લાંબી લાઈનો એ વાતની સાબિતી આપે છે.

surat : પ્રથમ નાગરિક મેયરે રસીનો પહેલો ડોઝ લીધો, શહેરીજનોને પણ રસીકરણ કરાવવા કરી અપીલ
સુરતના મેયરે લીધી રસી

Follow us on

surat : શહેરમાં પહેલી મે થી 18 થી 44 વર્ષની ઉંમર ધરાવતા લોકો માટે રસીકરણ કામગીરી શરૂ થઈ ગઈ છે. આ વયજુથમાં રસિકરણને લઈને સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસીકરણ કેન્દ્ર પર લાંબી લાંબી લાઈનો એ વાતની સાબિતી આપે છે.

આજે સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર હેમાલી બોઘાવાળાએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. સુરત મનપાની મુખ્ય કચેરી ખાતે પણ વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં મેયર દ્વારા વેકસિન લેવામાં આવી હતી.

પહેલી મે થી આ રસિકરણની કામગીરી ચાલી રહી છે, જેમાં પાલિકાના કુલ 120 કોર્પોરેટર માંથી 20 કોર્પોરેટરોએ રસી લીધી નહિ હતી. ત્યારે આજે મેયર સહિત બાકી રહી ગયેલા 20 કોર્પોરેટરોએ પણ રસી લીધી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મેયર હેમાલી બોઘાવાળાએ રસી લીધા બાદ જણાવ્યું હતું કે હાલ દેશનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને આગળ વધારનાર તેમજ રસી શોધનાર ભારતીય વૈજ્ઞાનિકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેમણે સુરતના પ્રજાજનોને પણ રસીનો લાભ લેવા અપીલ કરી હતી.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા 80 કરતા પણ વધુ કેન્દ્ર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. જેમાં 18 થી 44 વર્ષ વય ધરાવતા લોકો, 45 થી વધુ ઉંમર ધરાવતા લોકો તેમજ પહેલા અને બીજા ડોઝ માટે બાકી રહેલા લોકોને અલગ અલગ વિભાજીત કરીને સેન્ટરો પર વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સુરતમાં અત્યારસુધી 10 લાખ કરતા પણ વધુ લોકોએ રસીકરણનો લાભ લીધો છે.

Next Article