Surat : શ્વાનને કોથળામાં પેક કરીને કચરાપેટીમાં ફેંકી દેવાયું, સામાજિક કાર્યકરોએ જીવ બચાવ્યો

|

May 25, 2022 | 5:24 PM

સુરતના(Surat) સામાજિક કાર્યકરના જણાવ્યા પ્રમાણે નિષ્ઠુર લોકો કોથળામાં કુતરાંને નાંખીને દોરીથી પેક કરીને કોથળો કચરાપેટીમાં નાંખી ગયાં હતાં. કોથળો દોરીથી બાંધી દીધો હોવાથી જો પાંચ મિનિટ પણ મોડું થયું હોત તો માસુમ બચ્ચું શ્વાસ રૂંધાવાને કારણે મરી જ ગયું હોત

Surat : શ્વાનને કોથળામાં પેક કરીને કચરાપેટીમાં ફેંકી દેવાયું, સામાજિક કાર્યકરોએ જીવ બચાવ્યો
Surat Dog Save By Social Worker

Follow us on

સુરત(Surat) શહેરમાં ગુનાખોરી વધી જ છે તેની સાથો સાથ હવે સ્ટ્રે ડોગ, (Stray Dog) ગાય જેવા અબોલજીવો ઉપર અત્યાચારનાં(Attack)  બનાવો પણ વધી ગયાં છે. છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રે ડોગને મારી નાખવાનાં વધી ગયેલાં કિસ્સાઓ બાદ પોલીસે ગુના નોંધવાની કાર્યવાહી કરવા છતાં અબોલજીવો ઉપર અત્યાચાર ગુજારનાર નિષ્ઠુર લોકો હજુ ગુનો આચરતાં અચકાતા નથી. જેમાં વરાછા વિસ્તારમાં બે નિષ્ઠુર શખ્સ કુતરાંનાં માસુમ બચ્ચાને કોથળામાં પેક કરીને મરવા માટે કચરાપેટીમાં નાંખી નાસી છુટ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે, સ્થાનિક મહિલાઓ અને સામાજિક કાર્યકરની માનવતાને પરિણામે કુતરાંનાં બચ્ચાનો જીવ બચી જવા પામ્યો હતો. આ બનાવને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને આસપાસનાં સુરત શહેરમાં માણસો સાથે સંકળાયેલી ગુનાખોરી સીસીટીવી કેમેરાનાં ફુટેજને આધારે ટુવ્હીલર ઉપર આવેલાં બંને શખ્સને ટુવ્હીલર બે શખ્સ ગયાં હોવાની ઝડપી પાડવાની માંગ ઉઠી છે.

કોથળો બહાર કાઢતા તેમાંથી કૂતરાનું બચ્ચું મળી આવ્યું હતું

જેમાં ચલથાણ ખાતે રહેતાં અને બોમ્બે માર્કેટ પાસે એન.જી.ઓ.ની ઓફિસ ધરાવતાં તરૂણ મિશ્રા બોમ્બે માર્કેટ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે સ્થાનિક બે-ત્રણ મહિલાઓએ નજીકની કચરાપેટીમાં બે શખ્સ કોથળામાં કંઇક શંકાસ્પદ નાખી ગયા હોવાની વાત કરી હતી. તરૂણ મિશ્રાએ કચરાપેટીમાં જોયું તો કોથળામાં હલચલ થતી હતી અને પ્રાણીનાં વેદનાની સાથે રડવાનો અવાજ આવતો હતો. તેમણે તરત જ કચરાપેટીમાં ઉતરીને તેણે કોથળો બહાર કાઢતા તેમાંથી કૂતરાનું બચ્ચું મળી આવ્યું હતું.

ઇજાગ્રસ્ત હાલતમાં ગભરાયેલાં બચ્ચાને સારવારની તાત્કાલિક જરૂર હોવાથી તેમણે જાણકાર વ્યક્તિને બોલાવીને સારવાર અપાવી હતી. ત્યારબાદ મહિલાઓની પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, પાંચ મિનિટ પહેલાં ટુ વ્હીલર ઉપર બે શખ્સ આવ્યા હતાં અને કોથળો કચરાપેટીમાં ફેંકીને નાસી છુટ્યા હતાં. તરૂણ મિશ્રાની માનવતાએ કુતરાંનાં માસુમ બચ્ચાને નવુ જીવતદાન આપ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પાંચ મિનિટ મોડું થયું હોત તો બચ્ચું મરી જ ગયું હોત

સામાજિક કાર્યકર ના જણાવ્યા પ્રમાણે નિષ્ઠુર લોકો કોથળામાં કુતરાંને નાંખીને દોરીથી પેક કરીને કોથળો કચરાપેટીમાં નાંખી ગયાં હતાં. કોથળો દોરીથી બાંધી દીધો હોવાથી જો પાંચ મિનિટ પણ મોડું થયું હોત તો માસુમ બચ્ચું શ્વાસ રૂંધાવાને કારણે મરી જ ગયું હોત. સ્થાનિક મહિલાઓએ જાણકારી આપી હતી કે પાંચ મિનિટ પહેલાં જ ફેંકી ગયા છે અને કોથળામાંથી અવાજ આવે છે એટલે કચરાપેટીમાંથી કોથળો બહાર કાઢી બચ્ચાને બચાવી લીધું હતું

Published On - 5:22 pm, Wed, 25 May 22

Next Article