Surat: ડીંડોલીના સ્વિમિંગ પુલની હાલત પાંચ વર્ષમાં જ બની ખંડેર, દિવાલોમાં દેખાઈ તિરાડ

|

Sep 04, 2021 | 9:42 PM

ડીંડોલીના વિકાસની સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારની જનતા માટે નવા નવા પ્રકલ્પો સાકાર કરવામાં આવી રહ્યા છે.

Surat: ડીંડોલીના સ્વિમિંગ પુલની હાલત પાંચ વર્ષમાં જ બની ખંડેર, દિવાલોમાં દેખાઈ તિરાડ

Follow us on

સુરતમાં(Surat) જનતાની સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવતા પ્રકલ્પો સમયના ટૂંકા ગાળામાં જ જર્જરિત અને ખંડેર બની જાય છે. આવું જ કંઈ થયું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પુલની(Swimming Pool). જેની હાલત ફક્ત પાંચ વર્ષમાં જ જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે હવે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

 

ડીંડોલીના વિકાસની સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારની જનતા માટે નવા નવા પ્રકલ્પો સાકાર કરવામાં આવી રહ્યા છે. છઠ પૂજા માટે તળાવની વાત હોય કે પછી ફલાવર ગાર્ડન બનાવવાની વાત હોય મહાનગરપાલિકાની તિજોરીમાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને અહીં અલગ અલગ પ્રકલ્પો ખુલ્લા મુકવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

પરંતુ આ પ્રોજેક્ટો સમય જતા જ જર્જરિત અને વાપરવા લાયક નથી રહેતા તે પણ એક હકીકત છે. આવું જ છે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ સ્વિમિંગ પુલની હાલત. પાંચ વર્ષ પહેલા ડિંડોલી વિસ્તારમાં સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું હતું અને તત્કાલીન મેયર અસ્મિતા શિરોયાના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

લોકાર્પણ કર્યાના પાંચ વર્ષમાં જ આ સ્વિમિંગ પુલની હાલત અત્યંત જર્જરિત જોવા મળી રહી છે. સ્વિમિંગ પુલના મેઈન પિલર પર જ મોટો હાથ પ્રવેશી જાય તેવી તિરાડો જોઈ શકાય છે. વિપક્ષ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ ભ્રષ્ટાચારનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

 

વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વિમિંગ પુલની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અને લોકોના જીવને જોખમ ઉભું થઈ શકે છે. ત્યાં જ અલગ અલગ જગ્યા પર ટાઈલ્સ ઉખડી ગઈ છે અને ગંદકી દેખાઈ રહી છે. વિપક્ષનો આક્ષેપ છે કે પાંચ વર્ષમાં જ આ સ્વિમિંગ પુલ જર્જરિત થઈ ગયો છે. તેવામાં તેના નિર્માણ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. આ સ્વિમિંગ પુલની બનાવટમાં ગુણવત્તા પર પણ સવાલ ઉભા થયા છે. વિપક્ષની માંગણી છે કે આ માટે કંઈ ઘટતું કરવામાં આવે અને ભવિષ્યમાં બનનારા આવા પ્રોજેક્ટોની ગુણવત્તા સામે પણ ખાસ ધ્યાન આપવામાં આવે.

 

આ પણ વાંચો : Surat: ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સુમુલ ડેરી રોડ અને અશ્વિનીકુમાર રોડ વચ્ચે નવું રેલવે ગરનાળું બનાવવા સૂચન

 

આ પણ વાંચો:  Surat: અંગદાન થકી 12-12 લોકોને નવું જીવન આપનાર વિદ્યાર્થી મીત અને ક્રિશને શાળામાં શ્રદ્ધાંજલિ અપાઈ

Next Article