SURAT : ભૂલકાઓના વાલી બાદ હવે શિક્ષકોએ કલેક્ટરને રજૂઆત કરી છે.સુરતના પ્રી સ્કૂલ એસોસિએશને કલેક્ટરને રજૂઆત કરી છે કે, હવે અન્ય શાળાઓની જેમ પ્રી સ્કૂલને ખોલવા માટે પણ મંજૂરી આપવામાં આવે. મોટી સંખ્યામાં શિક્ષકોએ કલેક્ટર અને DEOને અરજી આપી અને પ્રી સ્કૂલ શરૂ કરવા માંગ કરી છે.અને સાથે જ સરકારની તમામ ગાઇડલાઇનનું પાલન કરવાની પણ શિક્ષકો અને પ્રી-સ્કૂલના સંચાલકોએ તૈયારીઓ બતાવી છે.