ગયા વર્ષે દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની બીજી લહેર દિવાળીની પીક સીઝન પહેલા ચરમસીમાએ હોવાથી સુરતના સૌથી જુના અને પરાંપરાગત ઉદ્યોગોમાં સૌથી વધારે નુકશાન જરી ઉદ્યોગને (Jari Industry) થયું હતું. જોકે વેક્સિનેશનના કાર્યક્રમ પછી દક્ષિણ ભારતના તમલિનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણામાં કોરોનાની સ્થિતિ અંકુશમાં આવતા ચાલુ વર્ષે સુરતની ટ્રેડિશનલ જરી એટલે કે ઈમિટેશન જરીનો વેપાર સારો રહ્યો હતો.
લોકડાઉન પહેલા ટ્રેડિશનલ જરીના રો મટિરિયલના ભાવ ઓછા હતા. તેમાં અચાનક ઉછાળો નોંધાતા જરીના ઉત્પાદકો એવરેજ વેપાર કરી શક્ય હતા. સુરતના જરી મેન્યુફકેચર્સ એસોસિએશનના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે જરીના રો મટીરીયલ સોના, ચાંદી, કોપર, તાંબું, તેમજ પોલિયેસ્ટર યાર્નના ભાવો વધતા જરી ઉત્પાદકોનું નફાનું માર્જિન ધોવાયું હતું.
જોકે ગયા વર્ષે કરતા આ વર્ષે એટલો વેપાર થયો છે કે 2 લાખ કારીગરો તેના લીધે સચવાઈ ગયા છે. સુરતી રિયલ જરીનો વેપાર હવે પાંચ ટકા જેટલો જ મર્યાદિત થઈ ગયો છે. કારણ કે સોના ચાંદીના ભાવો ખુબ વધી ગયા છે. લોકડાઉન વખતે રેશમી સિલ્ક અને બેંગલોરી સિલ્કનો ભાવ 3 હજાર રૂપિયા કિલો હતો, જે આ વર્ષે દિવાળીની સીઝન દરમ્યાન વધીને 5 હજાર રૂપિયા કિલો થઈ ગયો હતો.
પોલિયેસ્ટર યાર્નની કિંમતમાં પણ 50થી 60 રૂપિયા ભાવ કિલોએ વધી ગયા હતા. ગયા વર્ષે માલ વેચાયો ન હતો તો આ વર્ષે જોઈએ તેવો ભાવ મળ્યો ના હતો. તેમ છતાં જે વેપાર થયો તેમાં અનેક પરિવારો સચવાઈ ગયા છે. રેશમી સિલ્ક અને બેંગલોરી સીલનો ઉપયોગ ઈમિટેશન જરી બનાવવા માટે થાય છે. તેના ભાવ વધતા નફો ઓછો થયો છે.
જરી એસોસિએશનના અગ્રણીનું કહેવું છે કે વિશ્વમાં ભારત અને ફ્રાન્સ બે જ દેશમાં જરીનું ઉત્પાદન થાય છે. ભારતમાં સુરત અને ફ્રાન્સમાં લિયોન શહેરમાં જરી બને છે. જો જરી ઉદ્યોગને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં સામેલ કરી પ્રમોશન કરવામાં આવે તો તેનો વેપાર વધી શકે છે. સુરતમાં બનતી જરી ઈકો ફ્રેન્ડલી જરી છે. સુરતી ટ્રેડિશન જરી જે દેશોમાં જરીવાળી સદીનું ચલણ છે તેવા દેશ ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ફાઈનલ પ્રોડક્ટ એટલે કે જરીની સાડીની સ્વરૂપમાં જાય છે.
આ પણ વાંચો : અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો
આ પણ વાંચો : લાભ પંચમે ખેડૂતોને થશે લાભ: ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો થશે પ્રારંભ