Surat : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓની ઓફલાઈન શિક્ષણ આપવા માગ

|

Oct 04, 2021 | 9:39 AM

હાલમાં શિક્ષણ સમિતિમાં ધોરણ 6 થી ધોરણ 8ના જ પ્રત્યક્ષ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ હાજરી ફક્ત 50 ટકા જ રાખવાની કોરોનાની ગાઇડલાઇન છે. જેના કારણે અડધા વિદ્યાર્થીઓ ઓનલાઇન અને અડધા વિદ્યાર્થીઓને શાળામાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્કૂલ માં રોટેશન પ્રમાણે આ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. 

Surat : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓની ઓફલાઈન શિક્ષણ આપવા માગ
Surat: Demand for offline education of students of Nagar Primary Education Committee

Follow us on

Surat સુરત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઓફલાઈન શિક્ષણ(off line) શરૂ થયું હોવા છતાં એક દિવસ ઓનલાઇન અને એક દિવસ ઓફલાઈન એમ રોટેશન પ્રમાણે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સમિતિની શાળામાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે 50 ટકા વિદ્યાર્થીઓની હાજર સાથે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સમિતિના બાળકો પાસે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધાની સમસ્યા હોવાના કારણે હવે પ્રત્યક્ષ શિક્ષણ જ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. 

થોડા દિવસો પહેલા ઉતરાણ વિસ્તારની નગર પ્રથમિક શિક્ષણ સમિતિની એક શાળામાં ધોરણ 2ના વિદ્યાર્થિનીએ સ્કૂલ શરૂ કરવાની માંગણી સાથે પત્ર લખ્યા બાદ અન્ય વિદ્યાર્થીઓ પણ હવે ઓનલાઇન શિક્ષણને બદલે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે.

હાલમાં શિક્ષણ સમિતિમાં ધોરણ 6 થી ધોરણ 8ના જ પ્રત્યક્ષ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ હાજરી ફક્ત 50 ટકા જ રાખવાની કોરોનાની ગાઇડલાઇન છે. જેના કારણે અડધા વિદ્યાર્થીઓ ઓનલાઇન અને અડધા વિદ્યાર્થીઓને શાળામાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્કૂલ માં રોટેશન પ્રમાણે આ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પરંતુ હવે વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ નહીં ઓફલાઈન શિક્ષણ આપવા માટે માંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યા છે કે છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઇન શિક્ષણ જ ચાલે છે. અને તેમાં એક ઘરમાં એક કરતા વધુ વિદ્યાર્થી હોય તેવા અનેક ઘર છે. ગરીબ વાલીઓ પાસે એક જ મોબાઈલ હોય છે અને એક કરતા વધુ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં મુશ્કેલી પણ પડી રહી છે. તો કેટલાક વાલીઓ તો નેટની પણ ફરિયાદ કરી રહ્યા છે.

આવી સમસ્યાના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે ઓનલાઇન શિક્ષણને બદલે ઓફલાઈન શિક્ષણની જ માંગણી કરી રહ્યા છે. જોકે સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઈન રોટેશન પ્રમાણે વિદ્યાર્થીઓને ભણતર આપી રહ્યા છે. પરંતુ હવે કોરોનાના કેસો ઓછા થતા વિદ્યાર્થીઓને જાતે જ શાળામાં આવીને શિક્ષણ મેળવવું છે.

વાલીઓ કહે છે કે રાજકીય મેળાવડા અને રેલી ઓ થાય છે ત્યારે એક ઈંચનું પણ અંતર રાખવામાં આવતું નથી તેની સામે શાળાઓમાં તો વિદ્યાર્થીઓની કાળજી લેવાની સાથે કોરોનાની ગાઈડલાઇનનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. તો હવે વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ મળવું જોઈએ તેવી માંગ થઇ રહી છે.

આ પણ વાંચો : Surat : સુરતીઓ નવું લાવ્યા !! નવરાત્રી માટે તૈયાર કર્યા કોરોના જાગૃતિ માટેના ચણિયાચોળી

આ પણ વાંચો :Surat : સુરત શાહજહાં ફ્લાઈટનું બુકીંગ શરૂ, દુબઈની ફ્લાઇટ મળે તેવી પણ સંભાવના

Next Article