Surat DGVCL: વીજ પુરવઠાને પૂર્વવત કરવા DGVCLની 30 ટીમનાં 400 કર્મીઓએ સંભાળ્યો મોરચો

Parul Mahadik

|

Updated on: May 21, 2021 | 3:46 PM

Surat DGVCL: તાઉ તે વાવાઝોડાએ ગુજરાતભરમાં ખાનાખરાબી સર્જી છે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર તરફ જોવા મળી છે. વાવાઝોડાથી વીજ વાયર, થાંભલા પડી જતા અંતરિયાળ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

Surat DGVCL: વીજ પુરવઠાને પૂર્વવત કરવા DGVCLની 30 ટીમનાં 400 કર્મીઓએ સંભાળ્યો મોરચો
DGVCL

Follow us on

Surat DGVCL: તાઉ તે વાવાઝોડાએ ગુજરાતભરમાં ખાનાખરાબી સર્જી છે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર તરફ જોવા મળી છે. વાવાઝોડાથી વીજ વાયર, થાંભલા પડી જતા અંતરિયાળ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

તાઉ તે વાવાઝોડા બાદ પણ હજી સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી પુરવઠો શરૂ ન થઈ શકતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ મદદનો હાથ લંબાવ્યો છે.

આજે DGVCLની 400 વીજ કર્મીઓ સાથેની 30 ટીમોને ભાવનગર ખાતે રો રો ફરીથી રવાના કરવામાં આવ્યા હતા. 400 વીજ કર્મચારીઓનો સમાવેશ કરતી આ ટીમમાં જરૂરી સાધન સરંજામ સાથે 40 વાહનો અને પોલ ઇરેક્શન મશીનો પણ મોકલવામાં આવ્યા છે.

આ ટીમમાં DGVCLના ઇજનેરો, લાઇન સ્ટાફના માણસો, કોન્ટ્રાકટ આધારિત કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને વીજ પુરવઠો પૂર્વવત કરવા મદદ કરશે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati