Surat: ગણપતિ વિસર્જનમાં નીકળેલા 11 મેટ્રિક ટન પૂજાપાનું કોર્પોરેશન ખાતર બનાવીને ઉપયોગમાં લેશે

|

Sep 20, 2021 | 6:47 PM

ભગવાન પર ચડાવવામાં આવતા ફૂલ હારને એકત્ર કરીને તેમાંથી ખાતર બનાવવાનું ઉમદા કાર્ય સુરત મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

Surat: ગણપતિ વિસર્જનમાં નીકળેલા 11 મેટ્રિક ટન પૂજાપાનું કોર્પોરેશન ખાતર બનાવીને ઉપયોગમાં લેશે

Follow us on

સુરતમાં (Surat) દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ (Ganesh) બાપ્પાની હર્ષોલ્લાસ સાથે વિસર્જન પ્રક્રિયા સુપેરે પાર પડી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક અલગ ઉમદા કાર્ય કરવામાં આવે છે અને એ છે વિસર્જન દરમ્યાન નીકળતા પૂજાપાને રિકંપોઝ કરવાનું કામ. આ વર્ષે પણ ગણપતિ વિસર્જનમાં નીકળેલા 11 મેટ્રિક ટન પૂજાપાની વર્મી કમ્પોઝડ કરીને સુરત મનપા તેમાંથી ખાતર (Fertilizer) બનાવશે, જેનો ઉપયોગ ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવશે.

 

સુરતમાં કોઈપણ ધાર્મિક ઉત્સવ હોય ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. દશામાંનો પર્વ હોય, કૃષ્ણ જન્માષ્ટમી હોય કે ગણેશોત્સવ હોય. તહેવારોમાં ભારે શ્રધ્ધાભેર ભગવાનને ફૂલ હાર, બીલીપત્રો જેવી અલગ અલગ પૂજાની સામગ્રીઓ ચડાવવામાં આવે છે અને આ સામગ્રીને પછી ફેંકી દેવામાં આવતી હોય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

છેલ્લા 3 વર્ષથી તાપીમાં ગણપતિ કે અન્ય કોઈ પણ ધાર્મિક પ્રતિમાઓના વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે તેવામાં ભગવાન પર ચડાવવામાં આવતા ફૂલ હારને એકત્ર કરીને તેમાંથી ખાતર બનાવવાનું ઉમદા કાર્ય સુરત મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

સુરતમાં આ વર્ષે 35 હજાર કરતા પણ વધુ નાની મોટી પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન થયું હતું. તેવા સમયે ગણેશ પ્રતિમાઓ પર ચડાવવામાં આવતા ફૂલ હાર, નારિયેળ, છુટ્ટા ફૂલોને એકત્ર કરવા માટે કૃત્રિમ તળાવ પાસે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પૂજાપો એકત્ર કરીને પાલિકા દ્વારા વર્મી કમ્પોઝ માટે બે પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

 

સુરતના કતારગામ અને ચોકબજાર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા આ પ્લાન્ટમાં મનપા દ્વારા લોકોની ધાર્મિક લાગણીનો પુરેપુરો ખ્યાલ રાખીને ખાતર બનાવવામાં આવે છે. જેમાંથી હજારો ટન ખાતર પણ બને છે. આ વર્ષે 11 ટન જેટલો પૂજાપો અલગ અલગ ઓવારો પરથી અને શેરીઓ મહોલ્લામાંથી એકત્ર કરીને તેમાંથી ખાતર બનાવવામાં આવશે.

 

પાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના વડાનું કહેવું છે કે રોજના લગભગ 1 ટન જેટલો પૂજાપો કમ્પોઝ કરીને ખાતર બનાવવામાં આવે છે. જ્યારે વિસર્જનના દિવસે તેમને 11 ટન પૂજાપો મળ્યો છે. જેમાંથી ખાતર બનાવીને પાલિકાના જ ગાર્ડન વિભાગને આપવામાં આવશે. જેનો ઉપયોગ શહેરની ગ્રીનરી માટે વાપરવામાં આવશે.

 

આ પણ વાંચો : Surat : સુરતમાં આગામી ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

 

આ પણ વાંચો:  Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

Next Article