Surat : રસીની અછત, મંથરગતીએ ચાલતી રસીકરણની કામગીરીથી યુવા વર્ગ વેકસીનથી વંચિત

|

May 11, 2021 | 3:38 PM

Surat : સુરત શહેરમાં કોરોનાવાયરસનું જોખમ હજી ઘટ્યું નથી. કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન એ જ ઉપાય છે. પરંતુ વેકસિનની અછતના કારણે પાછલા કેટલાક દિવસથી યુવાનોમાં રસીકરણમાં ઘટાડો નોંધાયો છે.

Surat : રસીની અછત, મંથરગતીએ ચાલતી રસીકરણની કામગીરીથી યુવા વર્ગ વેકસીનથી વંચિત
રસીકરણ

Follow us on

Surat : સુરત શહેરમાં કોરોનાવાયરસનું જોખમ હજી ઘટ્યું નથી. કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન એ જ ઉપાય છે. પરંતુ વેકસિનની અછતના કારણે પાછલા કેટલાક દિવસથી યુવાનોમાં રસીકરણમાં ઘટાડો નોંધાયો છે.

સરકારે 18 થી44 વર્ષની ઉંમર ધરાવતા યુવાનોને પણ કોરોનાની રસી આપવાની શરૂઆત કરી હતી. જેના કારણે યુવાનોમાં રસીકરણને લઈને ભારે ઉત્સાહ હતો.

રસીકરણના પહેલા જ દિવસે સુરત શહેરમાં 18+ ગ્રુપમાં 8749 યુવાનોએ રસીનો લાભ લીધો હતો. પરંતુ રસીનો સ્ટોક ઓછો હોવાના કારણે પાછલા એક અઠવાડિયાથી દરરોજ લગભગ પાંચ હજાર યુવાનોને જ રસી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વેકસીનની અછતના કારણે સોમવારે 2444 યુવાનોને જ કોરોનાની રસી આપી શકાઇ છે. સુરત મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી રાખવા માટે તેમજ રસીની અછત હોવાના કારણે પણ હવે રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે .

પહેલા ડોઝ માટે જેમનું રજીસ્ટ્રેશન હશે અને બીજા ડોઝ માટે જેમને એસ.એમ.સી દ્વારા મોબાઈલ પર મેસેજ આવશે તેને જ કોરોનાની રસી આપવામાં આવશે.

સરકારે કોરોના વેકસીનેશનના ત્રીજા ચરણમાં 18 થી 40 વર્ષના ઉંમરના વ્યક્તિઓને પણ સામેલ કર્યા છે. જેમાં યુવાનોમાં વેકસીનેશનને લઈને ભારે ઉત્સાહ હતો. પરંતુ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે કોવિન વેબસાઇટ ક્રેશ થઈ જાય છે. ગુજરાતમાં કોરોના સંક્રમણથી પ્રભાવિત 10 જિલ્લાઓમાં યુવાનો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

સોમવારે શહેરના બધા ઝોનમાં કોઈ 17216 લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ કેર વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરો માં 641ને પ્રથમ ડોઝ અને 2145 ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

45 વર્ષ કરતાં વધુ વય ધરાવતા 2319 લોકોને પ્રથમ તથા 9668 લોકોનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18 થી 30 વર્ષની ઉંમર વાળા 2444 યુવાનોને પ્રથમ ડોઝની સાથે સોમવારે શહેરમાં કુલ 17204 લોકોને રસી આપવામાં આવી હતી.

Next Article