સુરત: કોરોનાથી બચવા વિઘ્નહર્તા આપી રહ્યા છે સંદેશ

|

Sep 19, 2020 | 5:51 PM

હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે, દેશભરમાં તમામ ઉત્સવોની ઉજવણી પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે. અમદાવાદમાં પણ દર વર્ષે યોજાતી જગન્નાથજીની રથયાત્રા પણ આ વર્ષે કોરોના ને કારણે મોકૂફ રાખવામાં આવી હતી અને હજુ પણ કોરોનાની સ્થિતિ સામાન્ય નહીં થતાં ગુજરાત સરકાર દ્વારા ગણેશ ઉત્સવ જાહેરમાં ઉજવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.ત્યારે […]

સુરત: કોરોનાથી બચવા વિઘ્નહર્તા આપી રહ્યા છે સંદેશ

Follow us on

હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે, દેશભરમાં તમામ ઉત્સવોની ઉજવણી પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે. અમદાવાદમાં પણ દર વર્ષે યોજાતી જગન્નાથજીની રથયાત્રા પણ આ વર્ષે કોરોના ને કારણે મોકૂફ રાખવામાં આવી હતી અને હજુ પણ કોરોનાની સ્થિતિ સામાન્ય નહીં થતાં ગુજરાત સરકાર દ્વારા ગણેશ ઉત્સવ જાહેરમાં ઉજવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.ત્યારે આ વર્ષે લોકો પોતાની આસ્થા મુજબ પોતાના ઘરે જ શ્રીજીની માટીની મૂર્તિની સ્થાપના કરીને પૂજન અર્ચન કરી રહ્યા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુરતના અડાજણ વિસ્તાર સ્થિત શક્તિ ફાઈટર ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવનું મોટું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા મોટા આયોજનો પર પ્રતિબંધ હોવાને કારણે આ ગ્રુપના રવિ ખરાડી દ્વારા પોતાની ઓફિસમાં જ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગણેશજીની સ્થાપના સાથે તેમણે એક સુંદર મેસેજ આપતી થીમ ઉભી કરી છે. જેમાં હાલ વિશ્વભરમાં ચાલી રહેલા કોરોનાના કહેર સામે કઈ રીતે સાવચેત રહેવું અને પોતાની અને પરિવારની સંભાળ કઈ રીતે રાખવી તે અંગેના સરસ મેસેજ આપતા મુષકોને મુક્યા છે. તેમજ કોરોના સામે લડી રહેલા કોરોના વોરિયર્સ જેમ કે પોલીસ સ્ટાફ, ડૉકટર્સ, સફાઈકર્મીઓ તેમજ મેડિકલ સ્ટાફને દર્શાવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:58 am, Wed, 26 August 20

Next Article