Surat : જુલાઈ પછી સુરતમાં કોરોનાના કેસ ડબલ ડિજીટમાં નોંધાયા, વિદ્યાર્થીઓ ફરીવાર સંક્રમિત

|

Dec 09, 2021 | 8:01 AM

હાલમાં કોરોનાના સંક્રમણમાં વધારો થતાં પાલિકા પ્રશાસને કવાયત શરૂ કરી છે. બેઠકમાં પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જ્યાં વધુ લોકો ભેગા થાય છે ત્યાં ચેપની શક્યતા નકારી શકાય તેમ નથી.

Surat : જુલાઈ પછી સુરતમાં કોરોનાના કેસ ડબલ ડિજીટમાં નોંધાયા, વિદ્યાર્થીઓ ફરીવાર સંક્રમિત
File Image

Follow us on

સુરતમાં (Surat )વધુ એકવાર શાળાઓમાંથી વિદ્યાર્થીઓના(Students ) સંક્રમિત થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા 11 કેસોમાંથી રિવરડેલ સ્કૂલના વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. 11 જુલાઈ પછી ફરી સુરતમાં 11 દર્દીઓ નોંધાયા છે. આમ લગભગ પાંચ મહિના પછી શહેરમાં ડબલ ડિજીટમાં કેસ સામે આવ્યા છે.  આ દર્દીઓમાં એક મહિલા તબીબ અને એક હીરા વેપારી પણ સંક્રમિત થયા છે. 

આ સાથે જ ક્વોરેન્ટાઇનનો ભંગ કરનારા સાઉથ આફ્રિકાના મુસાફરને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યા છે. જયારે જિનોમ સિકવન્સીંગ માટે બીજા 31 સેમ્પલો મોકલવામાં આવ્યા છે. રિસ્ક દેશોમાંથી આવેલા 127 બીજા ટેસ્ટમાં પણ નેગેટિવ આવ્યા છે. જે એક રાહતની વાત છે.

સુરતમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થતાં મહાનગરપાલિકાએ જાહેર સ્થળોએ રસી મેળવનારને જ એન્ટ્રી આપવાની કવાયત શરૂ કરી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને લગ્નની વાડી, પાર્ટી પ્લોટ અને રેસ્ટોરન્ટના માલિકોને બોલાવીને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન વિસ્તરણમાં આવેલી લગ્ન વાડી, પાર્ટી પ્લોટ, હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓએ તાત્કાલિક બેઠક યોજી હતી. હાલમાં કોરોનાના સંક્રમણમાં વધારો થતાં પાલિકા પ્રશાસને કવાયત શરૂ કરી છે. બેઠકમાં પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જ્યાં વધુ લોકો ભેગા થાય છે ત્યાં ચેપની શક્યતા નકારી શકાય તેમ નથી.

સુરતમાં પ્રથમ વખત 100 ટકાથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. પરંતુ હજુ પણ ઘણા લોકોએ બીજી રસી લીધી નથી. જો આવા લોકોને ચેપ લાગે છે, તો મુશ્કેલી આવી શકે છે. જેના કારણે આવા જાહેર સ્થળે આવતા તમામ લોકોને બંને ડોઝ કર્યા પછી જ પ્રવેશ આપવામાં આવશે. અઠવા ઝોન દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહી તમામ ઝોનમાં શરૂ કરવામાં આવશે. જેના કારણે આવા જાહેર સ્થળે જતા પહેલા બંને રસીનું પ્રમાણપત્ર સાથે રાખવું પડશે.

આ પણ વાંચો: Health Tips: સુખી લગ્ન જીવન માટે માત્ર કુંડળી જ નહીં, પરંતુ અચૂક જુઓ આ 5 મેડિકલ ટેસ્ટ રિપોર્ટ

આ પણ વાંચો: Vibrant Gujarat Summit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન દુબઇમાં વર્લ્ડ એક્સપોની મુલાકાતથી પ્રવાસનો પ્રારંભ કરશે

 

Next Article