Surat : કોરોના, મ્યુકરમાઇકોસીસ બાદ હવે બાળકોમાં MISC બિમારીનું જોખમ વધ્યુ, સુરતમાં 200થી વધુ કેસ

|

May 19, 2021 | 3:30 PM

Surat : યુવાનો અને વડીલોમાં કોરોના તેમજ મ્યુકરમાઇકોસીસના રોગ બાદ હવે એક નવી જ પળોજણ સામે આવી છે. અને એ છે MISC. બાળકોમાં જોવા મળતી આ બિમારીએ હવે માતાપિતાની ચિંતા વધારી છે.

Surat : કોરોના, મ્યુકરમાઇકોસીસ બાદ હવે બાળકોમાં MISC બિમારીનું જોખમ વધ્યુ, સુરતમાં 200થી વધુ કેસ
સુરત

Follow us on

Surat : યુવાનો અને વડીલોમાં કોરોના તેમજ મ્યુકરમાઇકોસીસના રોગ બાદ હવે એક નવી જ પળોજણ સામે આવી છે. અને એ છે MISC. બાળકોમાં જોવા મળતી આ બિમારીએ હવે માતાપિતાની ચિંતા વધારી છે.

કોરોનાની બીજી વેવમાં મલ્ટીસિસ્ટમ ઇનફ્લેમેટ્રો સિન્ડ્રમ ઇન ચાઈલ્ડ(MISC) ના 200 કરતા પણ વધુ કેસો સુરતમાંથી જ સામે આવી ચુક્યા છે. જોકે હાલ આ રોગ અંગે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. પણ માતાપિતાએ તે માટે ચેતવા જેવું જરૂર છે કારણે કે જો સમયસર સારવાર ન મળે તો તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે.

ગયા વર્ષે આ બીમારીના ફક્ત 50 કેસ જ સુરતમાં હતા પણ સેકન્ડ વેવમાં આ કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. તેને પોસ્ટ કોવિડ ઇલનેસ પણ કહી શકાય. કોરોનાથી સાજા થયા બાદ બાળકોના શરીરમાં એન્ટીબોડી પેદા થાય છે. અને તેના લીધે તે વધારે બીમાર કરે છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ગરીબ પરિવારો માટે આ રોગની સારવાર ખર્ચાળ સાબિત થાય છે. બાળકના વજન પ્રમાણે તેમને ઇન્જેક્શનના ડોઝ અપાય છે. એક ઇન્જેક્શનની કિંમત 20 થી 25 હજાર જેટલી થાય છે.

MISC બીમારીના લક્ષણો :
–ઠંડી લાગવા સાથે તાવ આવવો
–આંખ, હોઠ, શરીર પર લાલાશ આવવી
–ઝાડા ઉલટી થવી.
–બાળકને કમજોરી આવવી
–બાળકના શરીર પર સોજો આવવો..

તબીબોના કહેવા પ્રમાણે બાળકને જો કોરોના થયો હોય તો તેના મેજર અથવા માઇનર લક્ષણો પરથી ખબર પડી જાય છે. પણ ઘણા કિસ્સાઓમાં બાળકને કોરોના થયો હોય તેની ખબર પડી શકતી નથી. છ થી આઠ અઠવાડિયા બાદ એન્ટીબોડી ડેવલપ થાય છે. તે સમયે રોગપ્રતિકારક શક્તિ સાયકલોનના સ્વરૂપમાં પ્રતિકાર કરવા ઉભી થાય છે જે બાળકના અંગોને અસર કરે છે.

આ બીમારીમાં યોગ્ય સારવાર ન મળે તો હૃદયની કામ કરવાની શક્તિ ઘટી જાય છે. બ્લડપ્રેશર ડાઉન થઈ જાય છે. જેના લીધે મોતનું જોખમ પણ વધી શકે છે.

Next Article