Surat : મેટ્રો પ્રોજેક્ટને કારણે થતા ટ્રાફિક જામને નિવારવા ડાયમંડ ફેક્ટરીઓના સમયમાં ફેરફાર કરવા ઉઠી માગ

|

Dec 09, 2021 | 9:26 AM

હીરાના કારખાનાના સમયમાં ફેરફાર કરવામાં આવે તો આ સમસ્યા ઘટે તેવી શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ડાયમંડ એસોસિએશન દ્વારા હીરાના કારખાનેદારોને તેમના સમયપત્રકમાં ફેરફાર કરવાની સલાહ આપવામાં આવી છે.

Surat : મેટ્રો પ્રોજેક્ટને કારણે થતા ટ્રાફિક જામને નિવારવા ડાયમંડ ફેક્ટરીઓના સમયમાં ફેરફાર કરવા ઉઠી માગ
Memorandum for Traffic Issue

Follow us on

શહેરની સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માંથી એક એવા મેટ્રો પ્રોજેક્ટ(Metro Project ) પર શહેરમાં કામ શરૂ થઈ ગયું છે. જેના કારણે વરાછા, કાપોદ્રા, લંબે હનુમાન રોડ જેવા વિસ્તારોમાં અનેક માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક જામની(Traffic Jam ) સમસ્યા વિકટ બની રહી છે. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતાએ આ વિસ્તારમાં હીરાના કારખાનાના સમયમાં ફેરફાર કરવા ડાયમંડ એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કર્યો છે. અને તેમને આવેદન પત્ર પણ પાઠવ્યું છે.

વરાછા, કાપોદ્રા , લંબે હનુમાન રોડ, કતારગામ વિસ્તારમાં મોટી સંખ્યામાં હીરાના કારખાનાઓ ધમધમી રહ્યા છે. મેટ્રો પ્રોજેક્ટના વ્યસ્ત રસ્તાઓના ડાયવર્ઝનને કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. અહીં સવાર-સાંજ વાહનોની ભારે ભીડ રહે છે. હીરાના કારખાનાઓમાં કામ કરતા લાખો રત્ન કલાકારો આ રોડનો ઉપયોગ કરે છે. પરંતુ મેટ્રો પ્રોજેક્ટના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

હીરાના કારખાનાના સમયમાં ફેરફાર કરવામાં આવે તો આ સમસ્યા ઘટે તેવી શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ડાયમંડ એસોસિએશન દ્વારા હીરાના કારખાનેદારોને તેમના સમયપત્રકમાં ફેરફાર કરવાની સલાહ આપવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે શહેરમાં 5,000 થી 7,000 કરતાં વધુ કર્મચારીઓ સાથે અનેક મોટા હીરાના કારખાનાઓ ચાલી રહ્યા છે. જો તેઓ તેમના કામદારોને ફેક્ટરીમાં આવવા-જવાનો સમય બદલવાની મંજૂરી આપે તો હજારો વાહનો રસ્તા પર અટવાઈ જાય છે તેમાં મોટા અંશેરાહત થશે.

જો મોટી ફેક્ટરીઓના સંચાલકો આ બાબતને ગંભીરતાથી લે છે અને જો સમય બદલીને 30 મિનિટનો પણ કરવામાં આવે તો એક સાથે હજારો વાહનોની સંખ્યામાં ઘટાડો થશે. ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજી માવાણીએ જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં હાલની ટ્રાફિક સમસ્યા ખરેખર ગંભીર છે. આજે વિપક્ષના નેતાએ કરેલી રજૂઆત તરફ હીરાના કારખાનેદારોનું ધ્યાન દોરવામાં આવશે. જો કે, તે ખૂબ જ જરૂરી છે કે જો સમયમાં થોડો ફેરફાર કરવામાં આવે અને ફેક્ટરી માંથી સાંજના સમયે છોડનારા રત્ન કલાકારોની સંખ્યામાં સમયાંતરે ફેરફાર થાય તો રસ્તા પર ટ્રાફિકની સમસ્યા જોવા નહીં મળે. આ બાબતને ગંભીરતાથી લઈને અમે ચોક્કસપણે કંઈક ઘટાડવાનો પ્રયાસ કરીશું.

આ પણ વાંચો : Surat : જુલાઈ પછી સુરતમાં કોરોનાના કેસ ડબલ ડિજીટમાં નોંધાયા, વિદ્યાર્થીઓ ફરીવાર સંક્રમિત

આ પણ વાંચો : Surat : ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બાકી રહેલા કારીગરોને 10 દિવસમાં વેક્સીન લેવા સૂચના, ઔધોગિક સંસ્થાઓને અપાઈ જવાબદારી

Published On - 9:26 am, Thu, 9 December 21

Next Article