Surat : હવે સુરતની હોટેલ રેસ્ટોરન્ટમાં મળી આવ્યા મચ્છરોના બ્રીડીંગ

|

Jul 25, 2021 | 5:36 PM

કોરોના કાબુમા આવ્યા બાદ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા સુરત મનપાએ હવે હોટેલ રેસ્ટોરન્ટને દંડ કર્યો.

Surat : હવે સુરતની હોટેલ રેસ્ટોરન્ટમાં મળી આવ્યા મચ્છરોના બ્રીડીંગ
Surat: Breeding of mosquitoes now found in a hotel restaurant in Surat

Follow us on

આજે રવિવારની રજાના દિવસે પણ સુરત મહાનગરપાલિકાના વાહકજન્ય નિયંત્રણ વિભાગ દ્વારા કામગીરી યથાવત રાખવામાં આવી હતી. કોરોના કાબુમાં આવી ગાયયો છે પરંતુ વિધિવત ચોમાસુ શરૂ થતા મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે.

ચોમાસાની શરૃઆત થતા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ન ઊંચકે તે માટે સુરત મનપાના મેલેરિયા વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો,ઇન્ડસ્ટ્રીયલ સાઇટ્સ વગેરે બાદ હવે સુરત મનપા દ્વારા શહેરની હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી હતી. વીબીડીસી વિભાગના કર્મચારીઓ દ્વારા આજે શહેરના હોટેલ રેસ્ટોરન્ટનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આજે શહેર હદ વિસ્તારમાં આવેલ 440 જેટલી હોટેલ રેસ્ટોરન્ટનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 1566 સ્પોટ ચેક કરીને કુલ 27 મચ્છરોનું બ્રીડીંગ જગ્યા મળી આવી હતી જેનો નાશ કરવામાં આવ્યો હતો.

આવી 47 જેટલી હોટેલ રેટોરન્ટને નોટિસ ઇસ્યુ કરીને તેમની પાસેથી 20,600નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં 74 હોટેલ રેટોરન્ટ ચેક કરતા લોર્ડ્ઝ પ્લાઝા, હોટેલ યુવરાજ, હોટેલ આલ્ફા,ઉડીપી રેસ્ટોરન્ટ, હોટેલ હેપીનેસ, હોટેલ ક્રિસ્ટલ, જલારામ નમકીન મળીને 7 હજારનો દંડ કરીને 21ને નોટિસ આપવામાં આવી હતી. સાઉથ ઝોનમાં માતા તારિણી હોટેલ, અદિતિ રેસ્ટોરન્ટ, કાઉબોય્સ, ગ્રીન ચીલી હોટેલ, માં 5400નો દંડ કરીને 9ને નોટિસ આપવામાં આવી હતી. ઇસ્ટ ઝોન એમાં હોસપીસ હોટેલ, રજવાડી હોટેલ, જીવનધારા રેસ્ટોરન્ટ મળીને 4100નો દંડ કરીને 2ને નોટિસ આપવામાં આવી હતી. તે જ પ્રમાણે નોર્થ ઝોનમાં 4100 નો દંડ, ઇસ્ટ ઝોન બીમાં 1500 નો દંડ વેસ્ટ ઝોનમાં 1000નો દંડ મળીને આવા તમામ ઝીનમાંથી કુલ 20,600 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આમ, મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં કરવા માટે છેલ્લા એક અઠવાડિયાથી સુરત મનપાના વીબીડિસી વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. જેને અનુલક્ષીને આજે હોટેલ રેસ્ટોરન્ટની સામે લાલ આંખ કરીને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા તેમને નોટિસ ફટકારીને દંડ વસુલવામાં આવ્યો હતો.

Published On - 5:28 pm, Sun, 25 July 21

Next Article