Surat : ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ફરી 69 હજાર ક્યુસેક જેટલું પાણી તાપીમાં છોડાયું

|

Oct 19, 2021 | 2:46 PM

કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, અને હાલ કોઝવે તેની ભયજનક સપાટીથી ઉપર વહેતા રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.

Surat : ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ફરી 69 હજાર ક્યુસેક જેટલું પાણી તાપીમાં છોડાયું
Surat: As the water inflow in Ukai Dam increased, 69 thousand cusecs of water was released in Tapi again

Follow us on

ચોમાસાની(Monsoon ) સત્તાવાર વિદાય પછી ઉકાઈ ડેમમાં(Ukai ) ઉપરવાસમાંથી સતત પાણીની આવક(Inflow ) થઇ રહી હોવાથી ડેમનું જળ સ્તર જાળવી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ઓક્ટોબર મહિનાના મધ્ય સમયમાં પણ કોઝવે ખાતે તાપી નદીનું લેવલ ભયજનક સપાટીથી ઉપર નોંધાયું છે. 

ઉકાઈ ડેમમાં પાણીની આવક 82.980 ક્યુસેક નોંધાઈ છે. જયારે ડેમની હાલની સપાટી 345.25 ફૂટ જેટલી નોંધાઈ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. અને ડેમમાંથી હાલ 69,304 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ગયા સપ્ટેબર મહિનામાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝવે ખાતે તાપી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, અને હાલ કોઝવે તેની ભયજનક સપાટીથી ઉપર વહેતા રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. હજી બે ત્રણ દિવસ સુધી કોઝવે ખુલ્લો મુકાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. જોકે પાછોતરા વરસાદને કારણે આટલા વર્ષોમાં પહેલી વાર એવું બન્યું છે કે ઉકાઈ ડેમમાંથી ઓક્ટોબર મહિનામાં પણ પાણી છોડવાની ફરજ પડી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આમ તો ઉકાઈ ડેમ હાલ છલોછલ થઇ ગયો છે. અને બે વર્ષ સુધી ખેડૂતોને સિંચાઈ તેમજ શહેરીજનોને પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં આવે તેવું સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે હાલના દિવસોમાં બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે તેના કારણે ઉકાઇના ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.

ડેમની સપાટી જાળવી રાખવા પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી 69 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પણ પાણીની આવક નોંધાઈ છે. જેને કારણે કોઝવે બંધ રાખવાની ફરજ પડી છે. જોકે આગામી દિવસોમાં ઉપરવાસમાં વરસાદની કોઈ આગાહી ન હોય તબક્કાવાર રીતે આ પાણી છોડવાનું ઓછું કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.  ચાલુ વર્ષે એકંદરે વરસાદ સુરત શહેર અને દક્ષિણ ગુજરાત માટે સારો વરસતા ધરતીપુત્રોને પણ રાહત થઇ છે.

આ પણ વાંચો: દંડથી બચવા ટ્રાફિક રખેવાળને જ 800 મીટર સુધી કાર સાથે ઢસડ્યો, ચોંકાવનારો વિડીયો આવ્યો સામે

આ પણ વાંચો: કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત, પીએમ મોદીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું દુ:ખ

Next Article