Surat: પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે પાલિકાએ જર્જરિત ઇમારતોનો સર્વે કર્યો, શહેરમાં 1392 જેટલી મિલકતો જોખમી

|

May 24, 2021 | 11:53 AM

મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 1392 જેટલી બિલ્ડીંગો જર્જરિત જોવા મળી છે. પાછલા વર્ષની સરખામણીમાં આ ઈમારતોની સંખ્યા 270 જેટલી વધી છે.

Surat: પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે પાલિકાએ જર્જરિત ઇમારતોનો સર્વે કર્યો, શહેરમાં 1392 જેટલી મિલકતો જોખમી
Surat

Follow us on

સુરત મહાનગરપાલિકાએ પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત મિલ્કતોનો સર્વે કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 1392 જેટલી બિલ્ડીંગો જર્જરિત જોવા મળી છે. પાછલા વર્ષની સરખામણીમાં આ ઈમારતોની સંખ્યા 270 જેટલી વધી છે.

કેટલીક જર્જરિત ઈમારતોને સમારકામ, જ્યારે કેટલીક ઈમારતોને તોડવા માટે નોટિસ આપવામાં આવી છે. જ્યારે 382 બિલ્ડિંગનું સ્ટ્રક્ચર હટાવવા માટે કહેવામાં આવ્યું છે. સૌથી વધારે જર્જરિત બિલ્ડીંગ 238 ઉધના અને રાંદેર ઝોનમાં છે.

મહાનગરપાલિકાની પણ 116 જેટલી ઇમારતો જર્જરિત છે. તેમાંથી 52 બિલ્ડીંગને તોડવા માટે કહેવામાં આવ્યું છે. મહાનગર પાલિકાએ નોટિસ આપવા ઉપરાંત અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ત્રણ દિવસ પહેલાં જ અમદાવાદના અડાલજ વિસ્તારમાં પાંચ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જ્યારે બે દિવસ પહેલા જ સુરતના પનાસ અને રાંદેર વિસ્તારમાં પણ એક બિલ્ડીંગનો સ્લેબ પડી ગયો હતો. જેમાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમાં બાળકો પણ સામેલ હતા.

કયા ઝોનમાં કેટલી ઇમારતો જર્જરિત છે અને જેને સમારકામની જરૂર છે તેના પર નજર કરીએ.

વરાછા ઝોન એમાં – 32

વરાછા બી માં – 01

લીંબાયત ઝોનમાં – 38

ઉધના ઝોનમાં – 7

અઠવા ઝોનમાં – 14

રાંદેર ઝોનમાં – 11

સેન્ટ્રલ ઝોનમાં – 204

કતારગામ ઝોનમાં – 0

તેમાંથી કેટલી બિલ્ડીંગ તોડવાની નોટિસ આપવામાં આવી છે તે જોઈએ.

વરાછા ઝોન એમાં – 0

વરાછા બી માં – 0

લીંબાયત ઝોનમાં – 20

ઉધના ઝોનમાં – 178

અઠવા ઝોનમાં – 14

રાંદેર ઝોનમાં – 42

સેન્ટ્રલ ઝોનમાં – 85

કતારગામ ઝોનમાં – 43

Published On - 11:50 am, Mon, 24 May 21

Next Article