સુરત: આંખ કાનથી ભલે દિવ્યાંગ પણ માનસિક રીતે સશક્ત યુવાન બન્યો ‘આત્મનિર્ભર’

|

Oct 29, 2020 | 10:08 PM

આંખેથી જોઈ ન શકતા અને શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા કામરેજના કઠોર ગામના 32 વર્ષીય યુવાન રવિ સૂચક હાલ ખાખરા અને પાપડ જેવી વસ્તુઓ વેચવાનું કામ કરીને પોતાની વિધવા માતા અને પ્રજ્ઞાચક્ષુ નાના ભાઈનું ગુજરાન ચલાવે છે. કોરોના લોકડાઉન બાદ આવેલી મંદીમાં સુરત સહિત ગુજરાતમાં અસંખ્ય લોકો આર્થિક ભીંસમાં મુકાઈને નાસીપાસ થઈ ગયા છે. આવા માહોલમાં […]

સુરત: આંખ કાનથી ભલે દિવ્યાંગ પણ માનસિક રીતે સશક્ત યુવાન બન્યો આત્મનિર્ભર

Follow us on

આંખેથી જોઈ ન શકતા અને શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા કામરેજના કઠોર ગામના 32 વર્ષીય યુવાન રવિ સૂચક હાલ ખાખરા અને પાપડ જેવી વસ્તુઓ વેચવાનું કામ કરીને પોતાની વિધવા માતા અને પ્રજ્ઞાચક્ષુ નાના ભાઈનું ગુજરાન ચલાવે છે. કોરોના લોકડાઉન બાદ આવેલી મંદીમાં સુરત સહિત ગુજરાતમાં અસંખ્ય લોકો આર્થિક ભીંસમાં મુકાઈને નાસીપાસ થઈ ગયા છે. આવા માહોલમાં આત્મવિશ્વાસ ગુમાવી ચૂકેલા લોકો માટે સુરતના કામરેજ નજીકના કઠોર ગામનો દિવ્યાંગ યુવાન રોલમોડેલ સાબિત થઈ રહ્યો છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલાના રવિ સૂચક જન્મથી જ જોઈ નથી શકતા. 13 વર્ષની ઉંમરે તેના પિતાનું પણ અવસાન થયું હતું.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ વિધવા માતાએ વિવિધ કામગીરી કરીને રવિને સુરતની અંધજન સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ રવિની ઈચ્છા આમ તો શિક્ષક બનવાની હતી પણ સાંભળવાની ક્ષમતા ન હોવાથી તેને સફળતા મળી ન હતી અને અન્ય કામ પણ ના જાણતા કે નાસીપાસ થઈ ગયો હતો. જો કે કોઈના દયાભાવનાની રાહ જોયા વગર સ્વમાનથી તેણે મહેનત કરીને પરીવારનું ગુજરાન ચલાવવાનું નક્કી કર્યું હતું. જેથી અઠવાડિયામાં રોજ અલગ-અલગ મંદિરે જઈને પાપડ ખાખરા જેવી વસ્તુઓ વેચવાનું કામ કરે છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પરિવારમાં વૃદ્ધ માતા સિવાય તેનો નાનો ભાઈ પણ પ્રજ્ઞાચક્ષુ અને માનસિક વિકલાંગ છે. પરિવારની જવાબદારી હોવાથી બન્ને ભાઈઓ ભલે દિવ્યાંગ હોય પણ માનસિક રીતે તેઓ ખૂબ સશક્ત છે. આજના સમયમાં જ સોશિયલ મીડિયા વધારે પાવરફુલ થઈ રહ્યું છે. તેનું ઉદાહરણ ‘બાબા કા ધાબા’ આપણી સમક્ષ છે. કેવી રીતે લોકો તેમને માટે આગળ આવ્યા હતા તે આપણે સૌ કોઈએ જોયુ છે. ત્યારે રવિ માટે પણ આ જ પ્રકારે લોકો હવે આગળ આવી રહ્યા છે અને તેની પાસેથી ખરીદીને તેને મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article