Gujarati NewsGujaratSurat: Amazing artist of Surat: How to make shadow art Ganapati for only 30 rupees
Surat : સુરતના આર્ટિસ્ટની કમાલ, માત્ર 30 રૂપિયામાં તૈયાર કર્યા shadow art ના ગણપતિ
સુરતમાં મોંઘામાં મોંઘા ગણપતિ તમે જોયા છે. પણ આજે જુઓ સૌથી સસ્તા ગણપતિ. સુરતના મિનિયેચર આર્ટિસ્ટ દ્વારા ફક્ત 30 રૂપિયાનો ખર્ચ કરીને 19 વેસ્ટ વસ્તુઓમાંથી આ બેસ્ટ ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે.
Surat: Amazing artist of Surat: How to make shadow art Ganapati for only 30 rupees
Follow Us:
આ જે વસ્તુઓ તમે જોઈ રહ્યા છો તે બધી ભંગારમાં પડેલી વસ્તુઓ છે. પણ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કરીને સુરતના મિનિયેચર આર્ટિસ્ટ કમાલ કરી બતાવ્યું છે.
આ વસ્તુઓમાં ઉપયોગ કરાયો છે બોટલો, ક્યુબ, , થર્મોકોલ,નોટબુકના પૂંઠા , પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ, લાકડાની સ્ટિક, કલર બોટલ, પ્રિન્ટર રોલ, પેપર કલીપ, મોબાઈલ બોક્સ, કોર્ન, શેમ્પુની બોટલ, લખોટી, આવી કુલ 19 વસ્તુઓ વાપરવામાં આવી છે.
સુરતના મિનિયેચર આર્ટિસ્ટ ડિમ્પલભાઈએ આ આઈડિયા વાપરીને સુરતના સૌથી સસ્તામાં સસ્તા ફકત 30 રૂપિયાની કિંમતમાં આ ગણપતિ તૈયાર કર્યા છે
આ શેડો આર્ટના ગણપતિ પર લાઇટનો પ્રકાશ આપવામાં આવે તો સાક્ષાત ગણપતિના દર્શન થાય છે.
નવાઈની વાત તો એ છે કે આ ગણપતિ ફક્ત 30 રૂપિયાના ખર્ચથી જ તૈયાર કરાયા છે.
વેસ્ટમાંથી બેસ્ટ રીતે ગણપતિને સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને દરમ્યાન જયારે તેના પર લાઇટનો પ્રકાશ પડે છે ત્યારે તેના પડછાયામાં આશીર્વાદ આપતા બાપ્પા નજરે ચડે છે.
આર્ટિસ્ટ દ્વારા વગર કોઈ ખર્ચ કર્યા વિના ઇકોફ્રેન્ડલી રીતે તૈયાર કરેલ આ ગણપતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
તેને યોગ્ય રીતે ગોઠવીને ગણપતિનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.