VIDEO: ડુંગળીના મબલક ઉત્પાદનના કારણે ભાવ તળીયે બેસી જતા ખેડૂતો પાયમાલ

|

Feb 12, 2020 | 5:14 AM

ડુંગળીએ પહેલા સામાન્ય જનતાને રડાવી અને હવે ખેડૂતોને રડાવી રહી છે. કારણ કે જે ડુંગળીનો ભાવ થોડા સમય પહેલા આકાશને આંબી ગયો હતો તે સાવ તળીયે બેસી જતાં ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હતો. ઓક્ટોબર અને નવેમ્બરમાં ડુંગળીનો ભાવ ઉંચકાતા ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું. આ પણ વાંચો: VIDEO: પરિપત્ર […]

VIDEO: ડુંગળીના મબલક ઉત્પાદનના કારણે ભાવ તળીયે બેસી જતા ખેડૂતો પાયમાલ

Follow us on

ડુંગળીએ પહેલા સામાન્ય જનતાને રડાવી અને હવે ખેડૂતોને રડાવી રહી છે. કારણ કે જે ડુંગળીનો ભાવ થોડા સમય પહેલા આકાશને આંબી ગયો હતો તે સાવ તળીયે બેસી જતાં ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો હતો. ઓક્ટોબર અને નવેમ્બરમાં ડુંગળીનો ભાવ ઉંચકાતા ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું.

આ પણ વાંચો: VIDEO: પરિપત્ર પર ઘેરાઈ રાજ્ય સરકાર, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પરિણામે આજકાલ સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી છે. પરંતુ લેવાલી ન હોવાથી ડુંગળીના ભાવ સાવ તળીયે ઉતરી ગયા છે. અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સરેરાશ 18થી 20 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં 20 કિલો ડુંગળીના ભાવની વાત કરીએ તો હાપા માર્કેટ યાર્ડમાં 50થી 350 ચાલી રહ્યો છે. તો વિસાવદર માર્કેટ યાર્ડમાં 84થી 348 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં 150થી 400, ગોંડલ માર્કેટ યાર્ડમાં 141થી 511, મહુવા માર્કેટ યાર્ડમાં 375થી 471 અને જેતપુર માર્કેટ યાર્ડમાં 151થી 461 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. ખૂબ જ ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતો બેહાલ થઈ ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article