surat : કિરણ હોસ્પિટલની કામગીરી સામે AAP નેતાએ ઉઠાવ્યા સવાલો, મસમોટી ફી વસુલાતી હોવાનો આક્ષેપ

|

May 13, 2021 | 6:11 PM

surat : ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જે હૉસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું હતું. અને, વડા પ્રધાન બન્યા પછી જે હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. હવે એજ હૉસ્પિટલની સામે આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે. સુરતની કઈ છે આ હૉસ્પિટલ અને હૉસ્પિટલની સામે આમ આદમી પાર્ટી સવાલ કેમ ઉઠાવી રહી છે ?

surat : કિરણ હોસ્પિટલની કામગીરી સામે AAP નેતાએ ઉઠાવ્યા સવાલો, મસમોટી ફી વસુલાતી હોવાનો આક્ષેપ
કિરણ હોસ્પિટલ, સુરત

Follow us on

surat : ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જે હૉસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું હતું. અને, વડા પ્રધાન બન્યા પછી જે હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. હવે એજ હૉસ્પિટલની સામે આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે. સુરતની કઈ છે આ હૉસ્પિટલ અને હૉસ્પિટલની સામે આમ આદમી પાર્ટી સવાલ કેમ ઉઠાવી રહી છે ?

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી આ એ જ કિરણ હૉસ્પિટલ છે. જેની સામે આમ આદમી પાર્ટીસે સવાલ ઉઠાવ્યા છે. કિરણ હૉસ્પિટલનું સંચાલન શહેરના મોટા નામ ધરાવતા પાટીદાર ઉધોગપતિ કરી રહ્યાં છે. પાટીદાર ઉધોગપતિઓ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના નીતિ નિયમોથી આ કિરણ હોસ્પિટલનો સંચાલન કરે છે. આ કિરણ હૉસ્પિટલ જે વિશાલ એકરવાળી જગ્યામા બની છે. એ જગ્યા સુરત મહાનગર પાલિકાની એટલે કે સરકારી જગ્યા છે.

સુરત મહાનગર પાલિકાએ વર્ષ 2012મા સામાન્ય સભામા એક ઠરાવ પસાર કરીને શહેરના કતારગામ વિસ્તારમા આવેલ ટીપી સ્કીમ સંખ્યા -3 ની રિઝર્વેશનવાળી જગ્યા સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટને એક રૂપિયાના વાર્ષિક ભાડા પેટે ગરીબ અને સામાન્ય લોકોને રાહત દરે સારી સારવાર મળે એ માટે હૉસ્પિટલના કામ અર્થે આપી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુરતના લોકોની સેવા અને સસ્તી સારવારના નામે સરકારી જમીન મેળવી સમસ્ત પાટીદાર સમાજએ કિરણ હોસ્પીટલ શરુ કરી હતી. પણ અહીં કોરોના કાળમા સારવાર કરાવા આવતા દર્દીઓ પાસેથી મસમોટી રકમ વસૂલવામા આવી રહ્યાં હોવાના છે આક્ષેપ.

સુરત મહાનગર પાલિકામા આમ આદમી પાર્ટીના અપક્ષના નેતા ધર્મેશ ભાઈ ભંડેરીએ કર્યા છે. ધર્મેશ ભાઈ ભંડેરીએ આક્ષેપ કર્યો છે કે કિરણ હોસ્પિટલની દર્દીઓ પાસેથી સારવારના નામે મોટી રકમ વસૂલી સુરત મનપાના ઠરાવની વિરુદ્ધમા છે. એટલા માટે મનપાએ કિરણ હોસ્પિટલની જગ્યા પાછી મેળવી લેવાની માંગ મ્યુનિસિપલ કમિશ્નરને કરી છે.

સુરત ના કતારગામ વિસ્તારમા જે જગ્યા ઉપર કિરણ હોસ્પિટલ બનાવામા આવી છે એ સુરત મનપાની સરકારી જગ્યાની કિંમત અંદાજે 400 કરોડ રૂપિયા છે. પણ સુરત મનપાએ લોકહિત માટે વાર્ષિક 1 રૂપિયાના ભાડા પેટે સુરતના પાટીદાર ઉધોગપતિઓના સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટને ભાડે આપી છે.

સુરત મહાનગર પાલિકામા આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીના આક્ષેપ બાબતે કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી મથુર ભાઈ સવાણીને પૂછવામા આવતા તેમને હોસ્પિટલ ઉપર લગાવામા આવેલા આક્ષેપ નકાર્યા હતા. અને કહ્યું હતું કે નો પ્રોફિટ નો લોસનો આ મોડલ છે. અત્યાર સુધી 12 લાખ લોકોએ સારવાર લીધી છે અને કિરણ હોસ્પિટલ વિદેશોમાં જે પ્રકાર એ સારવાર મળે છે એ પ્રકારનું આ મોડલ છે.

આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા કિરણ હોસ્પિટલના સામે કરવામા આવેલ આક્ષેપનો સીધો જવાબ કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી મથુર ભાઈ સવાણી આપવાનો ટાળ્યો હતો. જોકે આમ આદમી પાર્ટીના નેતાના આક્ષેપની તપાસ સુરત મહાનગર પાલિકાએ કરવી જોઈએ. અને હોસ્પિટલમા સારવાર લઇ ચુક્યા દર્દીઓના બિલિંગ ડેટા ચેક કરીને સત્ય સામે લાવો જોઈએ. જો આર્થિક અને રાજનીતિક શક્તિશાળી લોકો સામે તપાસ કરવી બહુ જ મુશ્કિલ હોય એ વાત પણ જગ જાહેર છે.

Next Article