Surat : સુરત જિલ્લામાં ચાલતી 8 ખાનગી શાળાઓ બંધ કરાવવામાં આવી

|

Oct 22, 2021 | 5:48 PM

જિલ્લા શિક્ષાધિકારીની આ કામગીરી બાદ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળાઓના નામે હાટડીઓ ખોલીને વિદ્યાર્થીઓના અભ્યાસના નામે તગડી ફી વાલીઓ પાસેથી વસુલવામાં આવી રહી છે.

Surat : સુરત જિલ્લામાં ચાલતી 8 ખાનગી શાળાઓ બંધ કરાવવામાં આવી
Surat: 8 private schools in Surat district were closed

Follow us on

રાજનૈતિક વગની આડમાં શિક્ષણની(Education ) હાટડીઓ ખોલીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવાનો ધંધો આખા ગુજરાતમાં પૂરબહારમાં ખીલ્યો છે. ખાસ કરીને પરપ્રાંતીય ઔધોગિક વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં તેના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ આવા સંચાલકો સામે મળેલી વ્યાપક ફરિયાદો બાદ કાયદાનો કરોડો વીંઝીને પલસાણાની 7 અને માંગરોળની 1 એમ કુલ મળીને જિલ્લાની 8 ખાનગી પ્રાથમિક શાળાઓ(Schools ) સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમની માન્યતા રદ્દ કરી દીધી છે.

જિલ્લા શિક્ષાધિકારીની આ કામગીરી બાદ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળાઓના નામે હાટડીઓ ખોલીને વિદ્યાર્થીઓના અભ્યાસના નામે તગડી ફી વાલીઓ પાસેથી વસુલવામાં આવી રહી છે. બીજી તરફ કોઈ ભૌતિક સુવિધા, નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની ગેરરીતિઓ હોવા છતાં શિક્ષણ કચેરી દ્વારા પગલાં લેવાને બદલે આંખ આડા કાન કરવામાં આવતા હતા. જેનો ભોગ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ બની રહ્યા હતા.

ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ઔધોગિક વિસ્તાર તેમજ આદિવાસી પ્રાથમિક શાળાઓ કે જે રાજકીય ઓથ ધરાવતા કેટલાક સંચાલકો દ્વારા ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદોને આધારે શિક્ષણ વિભાગની ટિમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ જિલ્લા શિક્ષણધિકારી દ્વારા પલસાણાની 7 અને માંગરોળની 1 મળીને કુલ 8 શાળાની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

વાલીઓએ બાળકોને સરકારી શાળામા અભ્યાસ માટે મુકવા જોઈએ : જિલ્લા શિક્ષણાધિકારી
તેઓએ જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને સરકારી સ્કૂલોમાં તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે ઘણી ખાનગી શાળાઓ પાસે ગુણવત્તાસભર સુવિધાઓ હોતી નથી. યોગ્ય પ્રયોગશાળા, પુસ્તકાલય, મેદાન જેવી વ્યવસ્થાઓ અપૂરતી હોય છે. ત્યારે બાકના સર્વાંગી વિકાસને બદલે પરીક્ષાનું પરિણામ સુધારવા પૂરતો મર્યાદિત થઇ હતું હોય છે. ત્યારે તેઓએ વાલીઓને પોતાના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા માટે ભાર મુક્યો હતો.

મજૂરી વિના શરૂ કરાયેલી શાળા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરવા અપીલ
ખાનગી શાળાના સંચાલકો દ્વારા બાળકોની ચિંતા કર્યા વગર શાળાઓ શરૂ કરી લેવામાં આવી ન હોવા છતાં પણ બાળકોના જીવન જોખમે શાળાઓ શરૂ કરતા હોય છે. જે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની ટિમ દ્વારા તપાસ કરવામાં આવશે,અને જો મંજૂરી વગર સ્કૂલ ચલાવતા હોવાનું ધ્યાને આવશે તો ચમરબંધીને પણ બક્ષવામાં નહીં આવે અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરનાર VNSGU પહેલી યુનિવર્સીટી બની

આ પણ વાંચો : Surat : 13 વર્ષની સગીરા પર બળાત્કાર કરનાર ત્રણ યુવકોને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

Next Article