સુરત: તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી નથી મળ્યો ન્યાય!

|

Sep 28, 2020 | 7:18 PM

બરોબર આજથી એક વર્ષ પહેલાં સુરત સહિત સમગ્ર દેશને હચમચાવી દેનારી તક્ષશિલા અગ્રિનકાંડની આજે પ્રથમ વરસી છે. વર્ષ 2019ની આ જ મહિનાની 24 મી તારીખે, સાંજે ચાર વાગ્યાની આસપાસ તક્ષશિલા બિલ્ડિંગમાં અગ્નિકાંડ સર્જાયો હતો. અગ્રિનકાંડ એવો હતો કે અમુક દ્રશ્યો તમને બતાવી પણ નથી શકતા. એ ગોઝારા દિવસે એક, બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના […]

સુરત: તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી નથી મળ્યો ન્યાય!

Follow us on

બરોબર આજથી એક વર્ષ પહેલાં સુરત સહિત સમગ્ર દેશને હચમચાવી દેનારી તક્ષશિલા અગ્રિનકાંડની આજે પ્રથમ વરસી છે. વર્ષ 2019ની આ જ મહિનાની 24 મી તારીખે, સાંજે ચાર વાગ્યાની આસપાસ તક્ષશિલા બિલ્ડિંગમાં અગ્નિકાંડ સર્જાયો હતો. અગ્રિનકાંડ એવો હતો કે અમુક દ્રશ્યો તમને બતાવી પણ નથી શકતા. એ ગોઝારા દિવસે એક, બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગયા વર્ષે આ જ દિવસે, એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ કૂદી રહ્યા હતાં તો બીજી તરફ 16 જેટલા માસૂમો આગની જ્વાળામાં લપટાઈ ચૂક્યા હતા. જીવ બચાવવા કૂદેલા 6 માસૂમોના કરૂણ મૃત્યુ થયા. પરંતુ દુ:ખની વાત એ છે કે તક્ષશિલાના ગુનેગારોને હજુ સુધી સજા નથી મળી. પીડિત પરિવારો હજુ સુધી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તક્ષશિલાના આરોપીઓને સુરત મનપા દ્વારા કોરોનાની આડમાં હાજર કરતા મૃતક માસૂમોને સાચી શ્રદ્ધાંજલિ નથી મળી રહી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહત્વનું છે કે 22 માસૂમોના કરુણ મૃત્યુના દારૂણ સમાચાર આપનાર તક્ષશિલા અગ્નિકાંડના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત રાજનેતાઓ, સેલિબ્રિટીઓ અનેક લોકોએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. આ ઘટનામાં NHRC એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી અને જવાબ માગ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 9:21 am, Sun, 24 May 20

Next Article