
ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલનું નેટવર્ક છે. જે આશરે 68000 કિમીથી પણ વધુ રૂટ અને 7300થી પણ વધુ સ્ટેશનો સાથે સમગ્ર ભારતમાં ફેલાયેલું છે. દરરોજ આશરે 13000 થી વધુ પેસેન્જર ટ્રેનો અને 7000 થી વધુ માલગાડીઓ દોડે છે. આ વિશાળ નેટવર્કમાં આશરે 2.3 કરોડથી પણ વધુ મુસાફરો મુસાફરી કરે છે. ગુરુવારે સમર સ્પેશિયલ ટ્રેનોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
વધારે માંગ ધરાવતા રૂટ્સ પર શરૂ કરાયેલી વધારાની ટ્રેન સેવાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેથી મુસાફરી વધુ સુવિધાજનક બને અને ભીડ ઓછી થાય. ઉત્તર પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની ભીડ ઓછી કરવા માટે 104 ટ્રેનોમાં 132 વધારાના કોચ ઉમેર્યા છે. જેનાથી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ વધુ વધી છે.
Hon’ble MR Shri @AshwiniVaishnaw reviews the operation of Summer Special Trains in New Delhi, as Indian Railways plans 18,262 special train trips during the peak summer travel period to ease passenger movement and strengthen connectivity across high-demand routes.
Read more:…
— Ministry of Railways (@RailMinIndia) April 24, 2026
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવે 15 એપ્રિલથી લઈ 15 જુલાઈ 2026 સુધી 18262 સમર સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવવાની યોજના ધરાવી છે. આમાંથી, 11878 ટ્રીપ્સની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે બાકીની સેવાઓ તબક્કાવાર જાહેર કરવામાં આવશે. આ આયોજનનો હેતુ મુસાફરોની અવરજવર અને મુસાફરોની કનેક્ટિવિટી સુવ્યવસ્થિત કરવાનો છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન, મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસ (LTT) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), પુણે, સુરત (ઉધના સહિત), અમદાવાદ અને બેંગલુરુ જેવા મુખ્ય રેલવે સ્ટેશનો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અધિકારીઓ દ્વારા ભીડ પર નિયંત્રણ રાખવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓ મુસાફરોને મુશ્કેલીમુક્ત મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ-લેવલ સહાયને મજબૂત બનાવી રહ્યા છે.
પશ્ચિમ રેલવેએ સુરતના ઉધના સ્ટેશન પર રીઅલ-ટાઇમ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે. રેલવે સુરક્ષા દળના જવાનો ઉધના-થાવે તાપ્તી ગંગા એક્સપ્રેસમાં મુસાફરોને વ્યવસ્થિત રીતે ચઢવામાં મદદ કરી રહ્યા છે. ભારે ભીડ હોવા છતાં સલામતી અને કાર્યક્ષમ બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યા છે. રેલવેએ ઉનાળાની ઋતુમાં તેમના વતન જતા મુસાફરોને પણ પ્રાથમિકતા આપી છે.
આ પણ વાંચો- ઝટકા ભૂલી જાઓ ! રેલવેના પાટા બદલાયા, 55,000 કિલોમીટરનું નેટવર્ક થયું સુપરફાસ્ટ, હવે 110ની સ્પીડે દોડશે ટ્રેનો