
જો વ્યક્તિમાં કંઈક કરી છૂટવાની ઈચ્છા હોય તો તે આકાશને પણ આંબી શકે છે. સખત મહેનતથી મોટી સિદ્ધિઓ મેળવી શકાય છે. આવું જ કંઈક ગુજરાતની સાત મહિલાઓએ કરી બતાવ્યું છે, જેમણે પોતાના દમ પર કરોડો રૂપિયાનો બિઝનેસ ઉભો કર્યો છે. 90ના દાયકામાં જ્યારે લોકોના ઘરમાં માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા. એ સમયે એક એડવર્ટાઈઝ ખૂબ ફેમસ હતી, આ એડે એ વખતે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. આ એડ લિજ્જત પાપડની હતી. લિજ્જતનો ગુજરાતીમાં અર્થ સ્વાદ થાય છે. લિજ્જત પાપડનો સ્વાદ લોકોના ઘર સુધી એ રીતે પહોંચ્યો કે તે આજે પણ લોકોના હોઠ પર છે. ભારતમાં લગભગ દરેક વ્યક્તિએ લિજ્જત પાપડનો સ્વાદ તો ચાખ્યો જ હશે. પરંતુ આ પાપડ કંપનીના કઈ રીતે અસ્તિત્વમાં આવી તેના ઈતિહાસ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. લિજ્જત પાપડ મહિલા સાહસિકોના સશક્તિકરણ અને સંઘર્ષનું એક ઉત્તમ ઉદાહરણ છે. લિજ્જત પાપડની કહાની ખૂબ જ રસપ્રદ છે. આ લેખમાં જાણીશું કે કેવી રીતે સાત મહિલાઓએ સાથે મળીને લિજ્જત પાપડને...