VIDEO: અમદાવાદ RTOના અધિકારીનો આ નિર્ણય બની શકે છે RTOના જ કર્મચારીઓ માટે જીવનું જોખમ!

|

Sep 22, 2019 | 9:40 AM

નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવતાની સાથે જ રાજ્યભરની RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ સુભાષબ્રિજ RTO કચેરીના RTO અધિકારી એસ.પી.મુનિયા દ્વારા લાંબી કતારોને ઓછી કરવા એવો નિર્ણય લીધો કે જેનાથી RTO કર્મચારીઓ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. નવા મોટર વ્હીકલ એક્ટના અમલ પછી મોટાભાગના વાહનચાલકો તેમના અધુરા કામ […]

VIDEO: અમદાવાદ RTOના અધિકારીનો આ નિર્ણય બની શકે છે RTOના જ કર્મચારીઓ માટે જીવનું જોખમ!

Follow us on

નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવતાની સાથે જ રાજ્યભરની RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ સુભાષબ્રિજ RTO કચેરીના RTO અધિકારી એસ.પી.મુનિયા દ્વારા લાંબી કતારોને ઓછી કરવા એવો નિર્ણય લીધો કે જેનાથી RTO કર્મચારીઓ પર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.

નવા મોટર વ્હીકલ એક્ટના અમલ પછી મોટાભાગના વાહનચાલકો તેમના અધુરા કામ પૂરા કરવા માટે RTO કચેરી આવી રહ્યા છે અને આ જ કારણથી અમદાવાદ RTO કચેરીમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. 16 સપ્ટેમ્બર પછી અમદાવાદ RTOમાં આવનારા સૌથી વધુ અરજદારો બેકલોગ માટે જ આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

RTO PUBLIC RUSH

જો કે આ લાઈન ઓછી કરવા માટે પ્રજાહિતમાં નિર્ણય લઈને અમદાવાદ RTOના અધિકારી એસ.પી.મુનિયાએ બેક લોગની કામગીરી જુના બિલ્ડિંગમાં ખેસડી છે. આ એ જ જુનુ બિલ્ડિંગ છે જેને PWD ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ વર્ષે જ જોખમી અને જર્જરિત જાહેર કરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવ્યું હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

RTO old building

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ધરમ કરતા ધાડ પડી જેવો ઘાટ હવે આ પરિસ્થિતિમાં સર્જાયો છે. RTO અધિકારી એસ.પી.મુનિયાએ તો અરજદારોને હાલાકી ના પડે અને લાંબી કતારોમાંથી મુક્તિ મળે તે ઉદ્દેશથી બેકલોગની કામગીરી જુના બિલ્ડિંગમાં ખસેડવાનો નિર્ણય લીધો પણ હવે પરિસ્થિતિ એ સર્જાઈ છે કે અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. જો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડે અને આ જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થાય અને કોઈ કર્મચારી કે અરજદાર ઈજાગ્રસ્ત થાય તો તેના માટે જવાબદાર કોણ?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article