સેમિકોન ઈન્ડસ્ટ્રી માટે ધોલેરાનો વિશેષ ઉલ્લેખ, હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે

કેન્દ્રીય આઈટી, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે, આજે મુખ્યપ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, આઈટી પ્રધાન સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સેમિકન્ડકટર સેક્ટરના વિકાસ પર ફોકસ કરવા, ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ અને નિયમિત ફોલોઅપ તથા ચોકસાઈ સાથે કાર્યો પૂરા કરવાના દિશાનિર્દેશો આપ્યા હતા.

| Edited By: | Updated on: Nov 03, 2025 | 4:25 PM
4 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, ભારતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ શરૂ કરવા અગાઉ અનેક પ્રયત્ન થયા હતા પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાસન દાયિત્વ સંભાળતા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ભારતમાં કાર્યરત થવા જઈ રહ્યા છે. લોકોને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે.

5 / 6
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત સેમિકોન હબ તરીકે લીડ લે તેવું જે વાતાવરણ વડાપ્રધાનના દિશાદર્શનમાં ઉભુ થયું છે તેને જાળવી રાખીને સેમિકન્ડકટર સેક્ટરના વિકાસ માટે ફોકસ કરવા ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગો સંકલન કેળવીને આગળ વધે તે જરૂરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ નિયમિત ફોલોઅપ બેઠક યોજવા અને સમયસર ચોકસાઈ સાથે બધા કાર્યો પૂરા કરવાની તાકીદ કરી હતી.

6 / 6
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, દેશ અને ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર પર દુનિયાના લગભગ બધા દેશોની નજર છે અને ધોલેરાનો વિશેષ ઉલ્લેખ સેમિકોન ઈન્ડસ્ટ્રી સંદર્ભે થાય છે.