પાટણ જિલ્લાના કેટલાક ગામ થયા પાણીમાં ગરકાવ, સરહદી વિસ્તારના નદીકાંઠે વસતા ગામોને આવી 2017ના પુરની યાદ

|

Aug 25, 2020 | 3:13 PM

પાટણના સરહદી વિસ્તારના નદીકાંઠે સતા ગામોને 2017ના પુરની યાદ આવી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસનદીમા નવા નીરની આવક શરુ થઈ છે. પણીની આવકથી ફરી એકવાર 2017ના પુર જેવી પરીસ્થિતિનું નીર્માણ પાટણ જિલ્લાના સાંતલપુર અને વારાહી તાલુકાના ગામોનું થયું છે. સાંતલપુરનું વઘુ એક ગામ પાણીમાં ડૂબ્યુ છે. અબીયાણા ગામ પાણીમાં ગરકાવ થઈ […]

પાટણ જિલ્લાના કેટલાક ગામ થયા પાણીમાં ગરકાવ, સરહદી વિસ્તારના નદીકાંઠે વસતા ગામોને આવી 2017ના પુરની યાદ

Follow us on

પાટણના સરહદી વિસ્તારના નદીકાંઠે સતા ગામોને 2017ના પુરની યાદ આવી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસનદીમા નવા નીરની આવક શરુ થઈ છે. પણીની આવકથી ફરી એકવાર 2017ના પુર જેવી પરીસ્થિતિનું નીર્માણ પાટણ જિલ્લાના સાંતલપુર અને વારાહી તાલુકાના ગામોનું થયું છે. સાંતલપુરનું વઘુ એક ગામ પાણીમાં ડૂબ્યુ છે. અબીયાણા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

આ પણ વાંચો:સાર્વત્રીક વરસાદ બાદ પાટણનું સરસ્વતી જળાશય પાણીથી છલકાયું, 3 વર્ષે જળાશયમાં નવા નીરની આવક થતા પાટણવાસીઓમાં આનંદ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બનાસનદીમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યોં છે. ભારે વરસાદથી બનાસનદીના ઘસમસતા પાણીના પ્રવાહે પોતાના વહેણ બદલતા સાંતલપુર, વારાહીના ગામો પાણીમાં ગરકાવ થયા છે. અનેક રહેવાસ અને મકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે. અબીયાણા ગામમાં મોડીરાતથી સતત પાણીનો પ્રવાહ વઘતા લોકો ઘરો પર રહ્યાં અને ઘરમાં રહેલ પોતાના સામાનને બચાવવા કામે લાગ્યા હતા. તો બીજીબાજુ એકાએક બનાસનદીનુ પાણી ગામમાં ફરીવળતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેટલું જ નહિ તંત્ર દ્વારા પણ ગામલોકોને સતર્ક ન કરાતા લોકોમાં પણ ભારે રોષ ભભૂક્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article