સ્માર્ટ સિટી સુરતમાં પહેલીવાર UPની જેમ ગેરકાયદેસર દેશી તમંચા બનાવવાનું કારખાનું PCBએ પકડી પાડ્યું

|

Sep 19, 2020 | 7:13 PM

સુરત: બળદેવ સુથાર સ્માર્ટ સિટી સુરતમાં પહેલીવાર યુપીની જેમ ગેરકાયદે દેશી તમંચા બનાવવાનું કારખાનું પીસીબીએ પાંડેસરા વિસ્તારમાંથી પકડી પાડયું છે. પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ પીસીબી દ્વારા બાતમીને આધારે પાંડેસરા અપેક્ષા નગરના પ્લોટ નં-215ના કારખાનામાં ચેકિંગ કર્યુ હતું. દરમિયાન ત્યાંથી મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવને દબોચી લીધો હતો. પકડાયેલા મનોજ લક્ષ્મી પ્રસાદ કારખાનામાં દેશી તમંચો […]

સ્માર્ટ સિટી સુરતમાં પહેલીવાર UPની જેમ ગેરકાયદેસર દેશી તમંચા બનાવવાનું કારખાનું PCBએ પકડી પાડ્યું

Follow us on

સુરત: બળદેવ સુથાર

સ્માર્ટ સિટી સુરતમાં પહેલીવાર યુપીની જેમ ગેરકાયદે દેશી તમંચા બનાવવાનું કારખાનું પીસીબીએ પાંડેસરા વિસ્તારમાંથી પકડી પાડયું છે. પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ પીસીબી દ્વારા બાતમીને આધારે પાંડેસરા અપેક્ષા નગરના પ્લોટ નં-215ના કારખાનામાં ચેકિંગ કર્યુ હતું. દરમિયાન ત્યાંથી મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવને દબોચી લીધો હતો. પકડાયેલા મનોજ લક્ષ્મી પ્રસાદ કારખાનામાં દેશી તમંચો બનાવતો હતો. એક દેશી તમંચો તૈયાર પણ મળી આવ્યો હતો. શહેરમાં વકરી રહેલી ગુનાખોરી વચ્ચે તમંચો બનાવવાનું રેકેટ મળી આવ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાંડેસરા અપેક્ષાનગરમાં પોલીસે રેડ કરી એક તમંચો તથા ચાર અડધા બનેલાં તમંચાના બેરલ (નાળચા) ઉપરાંત તમંચો બનાવવા માટે ઉપયોગી સામગ્રી મળી આવી હતી. આ કારખાનું શરૂ કરનાર બે પૈકી એકની ધરપકડ કરાઈ હતી. અજય તોમરે પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભળાવાની સાથે આકરાં તેવર બતાવતાં કર્મચારીઓ દોડતાં થયા છે. ખાસ કરીને પ્રિવેન્શન ઓફ ક્રાઈમ તેના અસલી રંગમાં આવી ગઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈન્સપેક્ટર ભાટિયાના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો ગેરકાયદેસર હથિયાર રાખનારા, લાવનારા, વેચનારાઓ અંગે માહિતી મેળવી કાર્યવાહી માટે પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પાંડેસરા અપેક્ષા નગરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ત્રણ દિવસ પહેલાં જ રહેવા આવેલો મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવના ઘરમાં તમંચો બનાવવા માટે ઉપયોગી મશીનરી હોવાની સાથે તમંચો અને અર્ધબનેલાં તમંચા હોવાની બાતમીના પગલે કાર્યવાહી કરાઈ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આવી રીતે હથિયાર બનાવતો હતો

પાણીની લોખંડની પાઈપ તમંચાના બેરલની સાઈઝનું કટિંગ કરતો, ત્યારબાદ લાકડાને આરીથી ઘસીને બટની સાઈઝની ડિઝાઈન આપતો હતો. સેન્ટર મિકેનિઝમ બનાવવા વાંદરીપાનું અને પ્રેશર પક્કડનો ઉપયોગ કરતો હતો. બધા પાર્ટ્‌સ તૈયાર થઈ ગયા બાદ વેલ્ડિંગ કરીને હથિયાર બનાવતો હતો.

 

Published On - 11:30 am, Mon, 24 August 20

Next Article