Shukra Gochar 2021: 28 જાન્યુઆરીથી શુક્ર મકર રાશિમાં કરશે ગોચર, આ 4 રાશીઓને થશે વિશેષ લાભ

|

Jan 27, 2021 | 2:58 PM

Shukra Gochar 2021 : શુક્ર 28 January 2021 (ગુરુવારે) રાશિ પરિવર્તન કરી રહ્યું છે. શુક્ર વહેલી સવારે 03 વાગ્યે ને 18 મિનિટ પર ધન રશીમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરશે

Shukra Gochar 2021: 28 જાન્યુઆરીથી શુક્ર મકર રાશિમાં કરશે ગોચર, આ 4 રાશીઓને થશે વિશેષ લાભ

Follow us on

Shukra Gochar 2021 : શુક્ર 28 January 2021 (ગુરુવારે) રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શુક્ર વહેલી સવારે 03 વાગ્યે ને 18 મિનિટ પર ધન રશીમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરશે. 28 જાન્યુઆરીએ બીજા અન્ય શુભ સંયોગ પણ બને છે. આ દિવસે પૌષ પૂર્ણિમા પણ છે. જ્યોતિષ વિધ્ય અનુસાર શુક્રનું પરિવર્તન દરેક રાશિમાં કોઈને કોઈ પરિવર્તન જરૂર લઈ આવે છે. જાન્યુઆરીના અંતમાં થતું શુક્રનું પરિવર્તન કેટલીય રાશિઓ માટે લાભકારી સાબિત થશે. ચાલો જાણીએ કઈ રાશીઓને થશે લાભ-

Shukra Gochar 2021: આજે 28 Januaryએ શુક્ર મકર રાશિમાં કરશે ગોચર

 

1. વૃષભ– શુક્રનું રાશિ પરિવર્તન આપના માટે લાભકારી થતું હોય તેવું દેખાય રહ્યું છે. આ દરમ્યાન આપને શુભ પરિણામ મળવાની પૂરી શક્યતાઓ છે. જૂના હઠીલા રોગોથી મુક્તિ મળી શકે છે. કાર્યક્ષેત્રોમાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને ઉપરી અધિકારીઓ દ્વારા તમારા કામને વખાણવામાં પણ આવશે.
2. મિથુન- ગોચર કાળ દરમ્યાન તમને ઘણા સારા પરિણામ મળવાની શક્યતાઓ છે. જીવનની ઘણી બધી મુશ્કેલીઓથી આપને મુક્તિ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. લાભ અને ઉન્નતિના તમને ઘણા અવસર મળી શકશે. જો આપ નોકરીમાં કોઈ બદલાવનું વિચારી રહ્યા છો તો આ સમય આપના માટે યોગ્ય છે અને આપના પાર્ટનરની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતાઓ છે.
3. કન્યા- આપના માટે શુક્રનું પરિવર્તન લાભકારી સાબિત થશે. ગોચર કાળ દરમ્યાન આપના માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. પ્રમોશન મળી શકે છે. અને આર્થિક લાભના યોગ પણ બની રહ્યા છે. સંતાનો તરફથી કોઈ શુભ સમાચાર મળી શકશે.
4. તુલા- શુક્ર ગોચર કાળ આપના માટે આવનાર દિવસોમાં ઘણા બધા શુભ સંકેતો લઈને આવી રહ્યું છે. આ દરમ્યાન આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અને નવું ઘર કે નવું વાહન ખરીદી શકો છો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Published On - 2:57 pm, Wed, 27 January 21

Next Article