
ગુજરાતમાં ઝડપી પાડવામાં આવેલા આતંકીઓની પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે. પોલીસે જણાવ્યુ કે આતંકીઓએ અમદાવાદ, લખનઉ અને દિલ્લી જેવા મોટા શહેરોમાં હુમલાની તૈયારી માટે રેકી કરી હતી. આંતકીઓએ અમદાવાદમાં ભીડભાડવાળા વિસ્તારોની નકશી તૈયાર કરી હતી. લખનઉમાં RSS ઓફિસની રેકી કરવામાં આવી હતી, જ્યારે દિલ્લીની આઝાદપુર મંડીના વિસ્તારમાં પણ તેઓએ રેકી કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આતંકીઓ રાઇઝિન ઝેરનો ઉપયોગ કરીને ભયંકર હુમલો કરવાની તૈયારીમાં હતા.
પોલીસની પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે આતંકી આઝાદ શેખ જમ્મુ-કાશ્મીરમાં એક અઠવાડિયા રોકાયો હતો અને ત્યાં પણ સંવેદનશીલ સ્થળોની રેકી કરી હતી. હવામાન, નગરવ્યવસ્થા અને ટ્રાફિકની જાણકારી મેળવી આતંકીઓએ તેમની કાર્યવાહી માટે યોજના બનાવવાનું શરૂ કર્યું હતું. હાલ પોલીસે આતંકીઓની આખી નેટવર્કને શોધી પકડવા માટે તપાસ શરૂ કરી છે અને આવનારા સમયમાં કોઈ પણ શક્ય ખતરનાક ઘટનાઓને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
આતંકીઓની સૌથી મહત્વપૂર્ણ લાગેલી માહિતીમાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે આતંકીઓના પાકિસ્તાન કનેક્શન સાથે સૌથી મોટા હત્યાકાંડના પ્લાનને અંજામ આપવાની ફિરાકમાં હતા. રાઇઝિન નામનું ઝેર ખવડાવી હજારો લોકોને મારી નાખવાનો પ્લાન હતો. આતંકી અહેમદ સૈયદે સૌથી મોટા હત્યાકાંડને લઇને કાવતરૂ ઘડ્યું હતું. છેલ્લા ઘણા સમયથી અહેમદ સૈયદ રાઇઝિન ઝેર એકઠું કરી રહ્યો હતો. આતંકી અહેમદ સૈયદ હૈદરાબાદમાં પોતાની હોટલ ધરાવે છે. વર્ષ 2008થી 2013 સુધી ચીનમાં રહીને તેણે MBBSનો અભ્યાસ કર્યો હતો. કટ્ટરવાદી વિચારધારા ધરાવતો આતંકી અનેક આતંકી સંગઠનોના સંપર્કમાં હતો. ત્રણેય આતંકી ISKPના પાકિસ્તાની હેન્ડલર અબુ ખદીજાના સંપર્કમાં હતા.
મુખ્ય આરોપીઓમાંનો એક સૈયદ અહેમદ ભણેલો-ગણેલો છે અને તે અબુ ખ્દીજા નામના આરોપીના સંપર્કમાં હતો. આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઇરાદે 6 નવેમ્બરની રાત્રે આવ્યા હતા અને તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.
આરોપી ડૉ. સૈયદ અહેમદના ફોનમાં મળી ઘણી માહિતી છે. આરોપી સૈયદ 35 વર્ષનો, અને ચીનથી MBBSનો અભ્યાસ કર્યો છે. ભારતમાં મોટી આતંકી ઘટનાને આપવાનો અંજામ આપવનો પ્લાન હતો. આરોપીઓ ઘણા વિદેશીઓના પણ સંપર્કમાં હતા. અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી આરોપી સંપર્કમાં હતા. સૈયદ અફઘાનિસ્તાનના ISKP સાથે જોડાયેલો હોવાનું અનુમાન છે.
સૈયદ નામના આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. સૈયદે હૈદરાબાદમાં રહેતા અન્ય બે આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી અને તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવે તેમ હતો.
Published On - 1:23 pm, Mon, 10 November 25